________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates અ. ૧૦ સૂ. ૯ ]
[ ૬૧૭ ૧૧. સંખ્યા- જઘન્યપણે એક સમયમાં એક જીવ સિદ્ધ થાય છે, ઉત્કૃષ્ટપણે
એક સમયમાં એકસો આઠ જીવો સિદ્ધ થાય છે. ૧૨. અલ્પબદુત્વ- સંખ્યામાં હીન-અધિકતા. ઉપરના અગીઆરે પ્રકારમાં
અલ્પબદુત્વ લાગુ પડે છે તે નીચે મુજબ(૧) ક્ષેત્ર- સંહરણ સિદ્ધો કરતાં જન્મસિદ્ધ સંખ્યાત ગુણ છે. સમુદ્ર વગેરે
જળક્ષેત્રોથી થોડા સિદ્ધ થાય છે અને મહાવિદેહાદિ ક્ષેત્રોથી અધિક
સિદ્ધ થાય છે. (૨) કાળ- ઉત્સર્પિણીકાળમાં થયેલા સિદ્ધો કરતાં અવસર્પિણીકાળમાં
થયેલા સિદ્ધોની સંખ્યા અધિક છે, અને તે બન્ને કાળ વિના સિદ્ધ થયેલા જીવોની સંખ્યા તેનાથી સંખ્યાત ગુણી છે, કેમકે
વિદેહક્ષેત્રોમાં અવસર્પિણી કે ઉત્સર્પિણી એવા ભેદ નથી. (૩) ગતિ- બધા જીવો મનુષ્ય ગતિથી જ સિદ્ધ થાય છે માટે તે અપેક્ષાએ
ગતિમાં અલ્પબદુત્વ નથી, પરંતુ એક ગતિના અંતર અપેક્ષાએ (અર્થાત્ મનુષ્યભવ પહેલાની ગતિ અપેક્ષાએ) તિર્યંચગતિથી આવીને મનુષ્ય થઈ સિદ્ધ થયા તેવા જીવ થોડા છે, તેના કરતાં સંખ્યાતગુણા જીવો મનુષ્યગતિથી આવીને મનુષ્ય થઈ સિદ્ધ થાય છે, તેનાથી સંખ્યાતગુણા જીવો નરકગતિથી આવીને મનુષ્ય થઈ સિદ્ધ થાય છે, અને તેનાથી સંખ્યાતગુણા જીવો દેવગતિથી
આવીને મનુષ્ય થઈ સિદ્ધ થાય છે. (૪) લિંગ- ભાવનપુસંકદવાળા પુરુષો ક્ષપકશ્રેણી માંડીને સિદ્ધ થાય
એવા જીવો થોડા છે. તેનાથી સંખ્યાતગુણા ભાવસ્ત્રીવેદવાળા પુરુષો ક્ષપકશ્રેણી માંડીને સિદ્ધ થાય છે અને તેનાથી સંખ્યાતગુણા
ભાવપુરુષભેદવાળા પુરુષો ક્ષપકશ્રેણી માંડીને સિદ્ધ થાય છે. (૫) તીર્થ- તીર્થંકર થઈને સિદ્ધ થનારા જીવો થોડા છે અને તેનાથી
સંખ્યાતગુણા સામાન્ય કેવળી થઈને સિદ્ધ થાય છે. (૬) ચારિત્ર- પાંચે ચારિત્રથી સિદ્ધ થનારા જીવો થોડા છે અને તેનાથી
સંખ્યાતગુણા જીવો પરિહારવિશુદ્ધ સિવાયના ચાર ચારિત્રથી સિદ્ધ
થનાર છે. (૭) પ્રત્યેકબુદ્ધબોધિત-પ્રત્યેકબુદ્ધ સિદ્ધ થનારા જીવો અલ્પ છે અને
તેનાથી સંખ્યાતગુણા બોધિતબુદ્ધ જીવો સિદ્ધ થાય છે. (૮) જ્ઞાન - મતિ, શ્રત એ બે જ્ઞાનથી કેવળજ્ઞાન પ્રાપ્ત કરી સિદ્ધ થનારા
જીવો
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com