________________
Version 001: remember to check htîp://www.AtmaDharma.com for updates
૬૨૦ ]
[ મોક્ષશાસ્ત્ર કર્મત્વ એક જાતિ છે, તે સામાન્ય હોવાથી ધ્રુવ છે. તેથી તેની ગમે તેટલી પર્યાયો બદલે તોપણ તે સર્વે કર્મરૂપ જ રહેશે. જે સ્વભાવનું જે હોય તે તે જ સ્વભાવનું હંમેશાં રહે છે. જીવ પોતાના ચૈતન્યસ્વભાવને છોડતો નથી અને પુદ્દગલો પોતાના રસ, રૂપાદિ સ્વભાવને છોડતાં નથીઃ આ રીતે જ્યારે બીજાં દ્રવ્યો પોતપોતાના સ્વભાવને છોડતાં નથી તો પછી કર્મદ્રવ્ય પણ પોતાના કર્મત્વસ્વભાવને કેમ છોડે?
ઉપરની શંકાનું સમાધાન આ પ્રમાણે છે-કર્મનો સંબંધ જો કે અનાદિથી છે પરંતુ તે અનાદિ સંબંધ તેને તે જ (Identical) રજકણોનો નથી, પણ એકેક કર્મનો સંબંધ કેટલીક મુદ્દત સુધી જ રહે છે. એકેક કર્મની ઉત્પત્તિનો પણ કોઈને કોઈ સમય હોય છે અને તેના છૂટવાનો પણ નિયત સમય હોય છે. એટલું ખરું છે કે, જીવને વિકા૨ી અવસ્થામાં કોઈને કોઈ કર્મનો સંયોગ ચાલુ રહે છે. સંસારી જીવોને વિકારી અવસ્થા અનાદિથી થઈ રહી છે, તેથી કર્મનો સંબંધ કોઈ નિયતકાળથી થયો નથી તે કારણે તે અનાદિ છે. આ તો સમુચ્ચય કર્મની અપેક્ષાએ વાત છે; પણ કોઈ એક કર્મ અનાદિકાળથી જીવની સાથે લાગેલું ચાલુ છે- એવો તેનો અર્થ નથી. આ રીતે, એકેક કર્મના સંબંધની અવધિ-મર્યાદા છે, તેમ જ જે રીતે ઉત્પત્તિનો વખત હોય છે તેમ તેના નાશનો પણ વખત હોય છે; કેમ કે જેનો સંયોગ થાય તેનો વિયોગ થાય જ. જ્યારે કર્મોનો વિયોગ થાય ત્યારે જો જીવ નવીન કર્મોનું બંધન ન થવા દે તો કર્મનો સંબંધ નિર્મૂળ નષ્ટ થઈ શકે છે. આથી એ તાત્પર્ય સિદ્ધ થયું કે ાદી જાદી ચીજોનો સંબંધ અનાદિ કાળથી હોય તોપણ તે નષ્ટ થઈ શકે છે. તેનું ઉદાહરણ પણ મળે છે-બીજ–વૃક્ષનો સંબંધ સંતતિ પ્રવાહપણે અનાદિથી છે. કોઈ પણ બીજ પોતાથી પૂર્વના વૃક્ષ વગર પેદા થઈ શકતું નથી અને વૃક્ષ પોતાથી પૂર્વના બીજ વગર હોતું નથી. બીજનું ઉપાદાનકારણ પૂર્વ વૃક્ષ કહી શકાય અને પૂર્વ બીજ પણ કહી શકાય. પ્રત્યેક બીજના પૂર્વમાં કોઈને કોઈ ઉપાદાન હોય છે; એ રીતે બીજ–વૃક્ષની અથવા તો બીજ-બીજની સંતતિ અનાદિ થઈ જાય છે. એ સંતતિ અનાદિ હોવા છતાં પણ તે સંતતિના અંતિમ બીજને જો પીસી નાંખે અગર બાળી નાંખે તો તેનો સંતતિપ્રવાહ નષ્ટ થઈ જાય છે. એવી રીતે કર્મોની સંતતિ અનાદિ હોવા છતાં પણ કર્મનાશના પ્રયોગોદ્વારા પૂર્વોપાર્જિત કર્મોમાંથી અંતિમ રહેલાં કર્મોનો નાશ કરી દેવામાં આવે તો પછી તેની સંતતિ નિઃશેષ નષ્ટ થઈ જાય છે. પૂર્વોપાર્જિત કર્મોના નાશનો અને નવાં કર્મોની ઉત્પત્તિ ન થવા દેવાનો ઉપાય સંવર-નિર્જરાપ્રકરણમાં ( નવમા અધ્યાયમાં) જણાવ્યો છે. આ ઉત્તરથી ‘કર્મોનો સંબંધ જીવથી કદી છૂટી ન શકે' એવો શંકાનો પહેલો પ્રકા૨ દૂર થાય છે.
Please inform us of any errors on rajesh@AtmaDharma.com