________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૬૧૦ ]
[ મોક્ષશાસ્ત્ર ભાવકર્મ જીવનો વિકાર છે અને દ્રવ્યકર્મ તથા નોકર્મ જડ છે. ભાવકર્મનો અભાવ થતાં દ્રવ્યકર્મનો અભાવ થાય છે અને દ્રવ્યકર્મનો અભાવ થતાં નોકર્મ (શરીર) નો અભાવ થાય છે. અસ્તિથી કહીએ તો જીવની સંપૂર્ણ શુદ્ધતા તે મોક્ષ છે અને નાસ્તિથી કહીએ તો જીવની સંપૂર્ણ વિકારથી મુક્તદશા તે મોક્ષ છે. આ દશામાં જીવ કર્મ તથા શરીર રહિત હોય છે અને તેનો આકાર છેલ્લા શરીરથી સહેજ ન્યૂન હોય છે.
૨. મોક્ષ યત્નથી સાધ્ય છે (૩) પ્રશ્ન- મોક્ષ યત્નસાધ્ય છે કે અયત્નસાધ્ય છે?
ઉત્તર- મોક્ષ યત્ન સાધ્ય છે. જીવ પોતાના યત્નથી (-પુરુષાર્થથી) પ્રથમ મિથ્યાત્વ ટાળીને સમ્યગ્દર્શન પ્રગટ કરે છે અને પછી વિશેષ પુરુષાર્થથી ક્રમે ક્રમે વિકાર ટાળીને મુક્ત થાય છે. પુરુષાર્થ ના વિકલ્પથી મોક્ષ સાધ્ય નથી.
(૨) મોક્ષનું પ્રથમ કારણ સમ્યગ્દર્શન છે અને તે પુરુષાર્થથી જ પ્રગટે છે. શ્રી સમયસાર કલશ ૩૪ માં અમૃતચંદ્રસૂરિ કહે છે કે
હે ભવ્ય! તને નકામો કોલાહલ કરવાથી શું લાભ છે? એ કોલાહલથી તું વિરક્ત થા અને એક ચૈતન્યમાત્ર વસ્તુને પોતે નિશ્ચળ થઈ દેખ: એવો છ મહિના અભ્યાસ કર અને જો (તપાસ) કે એમ કરવાથી આત્માની પ્રાપ્તિ નથી થતી કે થાય છે? અર્થાત્ એવો પ્રયત્ન કરવાથી આત્માની પ્રાપ્તિ અવશ્ય થાય છે.
વળી કલશ ૨૩ માં પણ કહે છે કે
હે ભાઈ ! તું કોઈ પણ રીતે મહા કષ્ટ અથવા મરીને પણ (એટલે કે ઘણા પ્રયત્ન વડે) તત્ત્વોનો કૌતૂહલી થઈ આ શરીરાદિ મૂર્તદ્રવ્યોનો એક મુહૂર્ત (કે ઘડી) પાડોશી થઈ આત્માનો અનુભવ કર કે જેથી પોતાના આત્માને વિલાસરૂપ, સર્વ પરદ્રવ્યોથી જુદો દેખી આ શરીરાદિ મૂર્તિક પુદ્ગલ દ્રવ્ય સાથે એકપણાના મોહને તું તરત જ છોડશે.
ભાવાર્થ:- જો આ આત્મા બે ઘડી પુદ્ગલદ્રવ્યથી ભિન્ન પોતાના શુદ્ધ સ્વરૂપનો અનુભવ કરે (તેમાં લીન થાય), પરિષહું આવ્યું પણ ડગે નહિ, તો ઘાતિકર્મનો નાશ કરી, કેવળજ્ઞાન ઉત્પન્ન કરી, મોક્ષને પ્રાપ્ત થાય. આત્માનુભવનું એવું માહાભ્ય છે.
આમાં આત્માનુભવ માટેનો પુરુષાર્થ કરવાનું જણાવ્યું છે.
અને મોક્ષ કાર્ય છે. કારણ વિના કાર્ય સિદ્ધ થતું નથી. પુરુષાર્થથી મોક્ષ થાય છે
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com