________________
Version 001: remember to check htîp://www.AtmaDharma.com for updates
અ. ૧૦. સૂ. ૨ ]
[ ૬૦૯
જ નહિ. કેમકે એવો નિયમ છે કે જે સમયે જે જીવ પોતાના ઉપાદાનની જાગૃતિથી ધર્મ પામવાની યોગ્યતા મેળવે તે સમયે તે જીવને એટલા પુણ્યનો તો સંયોગ હોય જ કે જેથી તેને ઉપદેશાદિક યોગ્ય નિમિત્તો (-સામગ્રી ) સ્વયં આવી મળે જ. ઉપાદાનની પર્યાયનો અને નિમિત્તની પર્યાયનો એવો જ સહજ સ્વાભાવિક નિમિત્તનૈમિત્તિકસંબંધ છે. જો આમ ન થતું હોય તો જગતમાં કોઈ જીવ ધર્મ પામી શકે જ નહિ. અર્થાત્ બધા જીવો દ્રવ્યદષ્ટિએ પૂર્ણ હોવા છતાં પોતાનો શુદ્ધપર્યાય પ્રગટ કરી શકે જ નહિ, તેમ થતાં જીવોનું દુઃખ કદી ટળે નહિ અને સુખસ્વરૂપે તેઓ કદી થઈ શકે નહિ.
૩. જગતમાં જો કોઈ જીવ ધર્મ ન પામી શકે તો તીર્થંકર, સિદ્ધ, અરહિંત, આચાર્ય, ઉપાધ્યાય, સાધુ, શ્રાવક, સમ્યગ્દષ્ટિ અને સમ્યગ્દષ્ટિની ભૂમિકામાં રહેતા ઉપદેશક એ વગેરે પદો પણ જગતમાં રહે નહિ; જીવની સાધક અને સિદ્ધ દશા પણ રહે નહિ, સમ્યગ્દષ્ટિની ભૂમિકા જ પ્રગટ થાય નહિ, તેમ જ તે ભૂમિકામાં થતો ધર્મ પ્રભાવનાદિનો રાગ-પુણ્યાનુબંધી પુણ્ય, સમ્યગ્દષ્ટિને લાયક દેવગતિ-દેવક્ષેત્રો એ વગેરે વ્યવસ્થાનો પણ નાશ થાય.
(૩) આ ઉપ૨થી એમ સમજવું કે જીવના ઉપાદાનના દરેક સમયના પર્યાયની જે પ્રકારની યોગ્યતા હોય તે મુજબ તે જીવને તે સમયે યોગ્ય નિમિત્તનો સંયોગ સ્વયં મળે છે- એવા નિમિત્તનૈમિત્તિકસંબંધ તેરમા ગુણસ્થાનની હૈયાતિ સિદ્ધ કરે છે; એક બીજાનાં કર્તારૂપે કોઈ છે જ નહિ, તેમ જ ઉપાદાનની પર્યાયમાં જે સમયે લાયકાત હોય તે સમયે તેને નિમિત્તની રાહ જોવી પડે એમ પણ નથી; બન્નેનો સહજપણે એવો જ મેળ હોય જ છે. તે જ નિમિત્તનૈમિત્તિકભાવ છે, છતાં બન્ને વ્યો સ્વતંત્ર છે. નિમિત્ત પરદ્રવ્ય છે તેને જીવ મેળવી શકે નહિ, તેમ જ તે નિમિત્ત જીવમાં કાંઈ કરી શકે નહિ, કેમ કે કોઈ દ્રવ્ય પદ્રવ્યની પર્યાયનું કર્તાહર્તા નથી. ।। ૧૫ મોક્ષનું કા૨ણ અને લક્ષણ
बंधहेत्वभावनिर्जराभ्यां कृत्स्नकर्मावप्रमोक्षो मोक्षः ।। २ ।।
અર્થ:- [ વંહેતુ અભાવ ] બંધનાં કારણો (-મિથ્યાત્વ, અવિરતિ, પ્રમાદ, કષાય અને યોગ ) નો અભાવ તથા [નિર્ણરામ્યાં નૃત્નમવિપ્રમોક્ષો] નિર્જરા વડે સમસ્ત કર્મોનો અત્યંત નાશ [ મોક્ષ: ] તે મોક્ષ છે.
ટીકા
૧. કર્મ ત્રણ પ્રકારનાં છે. – (૧) ભાવકર્મ (૨) દ્રવ્યકર્મ અને (૩) નોકર્મ.
Please inform us of any errors on rajesh@AtmaDharma.com