________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates અ. ૧૦ સૂ. ૨ ]
[ ૬૧૧ એમ સૂત્રકારે પોતે, આ અધ્યાયના છઠ્ઠી સૂત્રમાં ‘પૂર્વ પ્રયો' શબ્દ વાપરીને જણાવ્યું છે. (૪) સમાધિશતકમાં શ્રી પૂજ્યપાદઆચાર્ય જણાવે છે કે
अयत्नसाध्यं निर्वाणं चितत्त्व भूतजं यदि।
अन्यथा योगतस्तस्मान्न दुख योगिना क्वचित्।। १०० ।। અર્થ- જો પૃથ્વી આદિ ભૂતથી જીવતત્ત્વની ઉત્પત્તિ હોય તો નિર્વાણ અયત્નસાધ્ય છે, પણ જો તેમ ન હોય તો યોગથી એટલે કે સ્વરૂપસંવેદનનો અભ્યાસ કરવાથી નિર્વાણની પ્રાપ્તિ થાય તે કારણે નિર્વાણ માટે પુરુષાર્થ કરનારા યોગીઓને ગમે તેવા ઉપસર્ગ ઉપસ્થિત થવા છતાં દુઃખ થતું નથી.
(૫) શ્રી અષ્ટપ્રાભૂતમાં દર્શનપ્રાકૃત ગા. ૬, સૂત્રપ્રાકૃત ગા. ૧૬ અને સંવરપ્રાભૃત ગા. ૮૭ થી ૯૦ માં સ્પષ્ટ રીતે જણાવ્યું છે કે ધર્મ-સંવર-નિર્જરા-મોક્ષ એ આત્માના વીર્ય-બળ-પ્રયત્ન વડે જ થાય છે; તે શાસ્ત્રની વચનિકો પા. ૧૫-૧૬ તથા ૨૪૨ માં પણ તેમ જ કહ્યું છે.
(૬) પ્રશ્ન:- આમાં અનેકાંતસ્વરૂપ ક્યાં આવ્યું?
ઉત્તર- આત્માના સત્ય પુરુષાર્થથી જ ધર્મ-મોક્ષ થાય છે, અને બીજા કોઈ પ્રકારે થતો નથી, તે જ સમ્યક્ અનેકાંત થયો.
(૭) પ્રશ્ન - આપ્તમીમાંસાની ૮૮ મી ગાથામાં કહ્યું છે કે પુરુષાર્થ અને દેવ બન્નેની જરૂરીયાત છે તેનો શું ખુલાસો છે?
ઉત્તર- જ્યારે જીવ મોક્ષનો પુરુષાર્થ કરે છે ત્યારે પરમ પુણ્યનો ઉદય હોય છે એટલું બતાવવા માટે કથન છે. પુણ્યોદયથી ધર્મ કે મોક્ષ નથી, પરંતુ નિમિત્તનૈમિત્તિકસંબંધ એવો છે કે મોક્ષનો પુરુષાર્થ કરનારા જીવને તે વખતે ઉત્તમસંહનન વગેરે બાહ્યસંયોગ હોય છે. ખરેખર પુરુષાર્થ અને પુણ્ય એ બન્નેથી મોક્ષ થાય છે- એમ પ્રતિપાદન કરવા માટે તે કથન નથી. પણ તે વખતે પુણ્યનો ઉદય હોતો નથી એમ કહેનારની ભૂલ છે-એમ બતાવવા માટે તે ગાથાનું કથન છે.
આ ઉપરથી સિદ્ધ થાય છે કે મોક્ષની સિદ્ધિ પુરુષાર્થ વડે જ થાય છે, તે સિવાય થઈ શકતી નથી. || રા.
મોક્ષમાં સર્વ કર્મોનો અત્યંત અભાવ થાય છે તે ઉપરના સૂત્રમાં જણાવ્યું, કર્મો સિવાય બીજા શેનો અભાવ થાય છે તે હવે જણાવે છે
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com