________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૬૦૬ ]
[ મોક્ષશાસ્ત્ર અને-અંતરાય-એ ત્રણે કર્મોનો એકી સાથે ક્ષય થવાથી [ વહેવત] કેવળજ્ઞાનઉત્પન્ન થાય છે.
ટીકા
૧. જીવ દ્રવ્ય એક પૂર્ણ અખંડ હોવાથી તેનું જ્ઞાનસામર્થ્ય સંપૂર્ણ છે. સંપૂર્ણ વીતરાગ થતાં સંપૂર્ણ સર્વજ્ઞતા પ્રગટે છે. જ્યારે જીવ સંપૂર્ણ વીતરાગ થાય ત્યારે કર્મ સાથેનો નિમિત્તનૈમિત્તિકસંબંધ એવો હોય છે કે મોહકર્મ જીવના પ્રદેશે સંયોગરૂપે રહે જ નહિ, એને મોહકર્મનો ક્ષય થયો કહેવાય છે. જીવની સંપૂર્ણ વીતરાગતા પ્રગટ થયા પછી અલ્પકાળમાં તુરત જ સંપૂર્ણ જ્ઞાન પ્રગટે છે તેને કેવળજ્ઞાન કહેવાય છે, કારણ કે તે જ્ઞાન શુદ્ધ, નિર્ભેળ, અખંડ, રાગ વગરનું છે. તે દશામાં જીવને “કેવળી ભગવાન” કહેવાય છે. ભગવાન સમસ્ત પદાર્થોને જાણે છે તેથી કાંઈ તેઓ કેવળી કહેવાતા નથી, પરંતુ “કેવળ અર્થાત્ શુદ્ધ આત્માને જાણતા અનુભવતા હોવાથી તેઓ “કેવળી” કહેવાય છે. ભગવાન યુગપદ્ પરિણમતા સમસ્ત ચૈતન્યવિશેષોવાળા કેવળજ્ઞાન વડે અનાદિનિધન નિષ્કારણ અસાધારણ સ્વસંવેધમાન ચૈતન્યસામાન્ય જેનો મહિમા છે તથા ચેતક સ્વભાવ વડ એકપણું હોવાથી જે કેવળ (–એકલો, નિર્ભેળ, શુદ્ધ અખંડ) છે એવા આત્માને આત્માથી આત્મામાં અનુભવવાને લીધે કેવળી છે.
(જાઓ, શ્રી પ્રવચનસાર ગાથા ૩૩ ) | ૨. આત્મસિદ્ધિશાસ્ત્રમાં કહ્યું છે કે
કેવળ નિજ સ્વભાવનું અખંડ વર્ત જ્ઞાન,
કહીયે કેવળજ્ઞાન તે, દેહ છતાં નિવાર્ણ. ૧૩૩. ભગવાન પરને જાણે છે-એ વ્યવહાર કથન છે. વ્યવહારે કેવળજ્ઞાન લોકાલોકને યુગપત જાણે છે એમ કહેવાય છે, કેમ કે ભગવાન સંપૂર્ણ જ્ઞાનપણે પરિણમતા હોવાથી કોઈ પણ દ્રવ્ય, ગુણ કે પર્યાય તેમના જ્ઞાન બહાર નથી. નિશ્ચયથી તો કેવળજ્ઞાન પોતાના શુદ્ધસ્વભાવને જ અખંડપણે જાણે છે.
૩. કેવળજ્ઞાન સ્વરૂપથી ઉત્પન્ન થયું છે, સ્વતંત્ર છે તથા અક્રમ છે. તે જ્ઞાન પ્રગટ થાય ત્યારે જ્ઞાનાવરણકર્મનો કાયમને માટે ક્ષય થાય છે, તેથી તે જ્ઞાનને ક્ષાયિક જ્ઞાન કહેવાય છે. કેવળજ્ઞાન પ્રગટ થાય તે જ સમયે કેવળદર્શન અને સંપૂર્ણ વીર્ય પણ પ્રગટે છે અને દર્શનાવરણ તથા અંતરાયકર્મનો સર્વથા ક્ષય થાય છે.
૪. કેવળજ્ઞાન થતાં ભાવમોક્ષ થયો કહેવાય છે (આ અરિહંતદશા છે ) અને આયુષ્યની સ્થિતિ પૂરી થતાં ચાર અઘાતિકર્મનો અભાવ થઈને દ્રવ્યમોક્ષ થાય છે;
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com