________________
Version 001: remember to check htîp://www.AtmaDharma.com for updates
મોક્ષશાસ્ત્ર-ગુજરાતી ટીકા
અધ્યાય દસમો ભૂમિકા
૧. આ શાસ્ત્ર શરૂ કરતાં આચાર્યદેવે પહેલા અધ્યાયના પહેલા જ સૂત્રમાં કહ્યું હતું કે સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્રની એકતા તે મોક્ષમાર્ગ-કલ્યાણમાર્ગ છે. ત્યાર પછી સાત તત્ત્વોની યથાર્થ શ્રદ્ધા તે સમ્યગ્દર્શન છે એમ જણાવીને તે સાત તત્ત્વોનાં નામ જણાવ્યા અને દસ અધ્યાયમાં તે સાત તત્ત્વોનું વર્ણન કર્યું. તેમાં આ છેલ્લા અધ્યાયમાં મોક્ષતત્ત્વનું વર્ણન કરીને આ શાસ્ત્ર પૂરું કર્યું છે.
૨. મોક્ષ સંવ૨-નિર્જરાપૂર્વક થાય છે; તેથી નવમા અધ્યાયમાં સંવર-નિર્જરાનું સ્વરૂપ કહ્યું; અને અપૂર્વકરણ પ્રગટ કરનારા સમ્યકત્વસન્મુખ જીવોથી શરૂ કરીને ચૌદમા ગુણસ્થાને બિરાજતા કેવળી ભગવાન સુધીના તમામ જીવોને સંવ૨-નિર્જરા થાય છે એમ તેમાં જણાવ્યું. તે નિર્જરાની પૂર્ણતા થતાં જીવ પરમ સમાધાનરૂપ નિર્વાણપદમાં બિરાજે છે; તે દશાને મોક્ષ કહેવાય છે. મોક્ષદશા પ્રગટ કરનાર જીવોએ સર્વ કાર્ય સિદ્ધ કર્યું હોવાથી ‘સિદ્ધ ભગવાન ’ કહેવાય છે.
૩. કેવળીભગવાનને (તેરમા તથા ચૌદમા ગુણસ્થાને) સંવર નિર્જરા થતા હોવાથી તેમનો ઉલ્લેખ નવમા અધ્યાયમાં કરવામાં આવ્યો છે; પણ ત્યાં કેવળજ્ઞાનનું સ્વરૂપ જણાવ્યું નથી. કેવળજ્ઞાન તે ભાવમોક્ષ છે અને તે ભાવમોક્ષના બળે દ્રવ્યમોક્ષ (સિદ્ધદશા ) થાય છે. (જુઓ, પ્રવચનસાર અ. ૧. ગા. ૮૪. જયસેનાચાર્યની ટીકા ) તેથી આ અઘ્યાયમાં પ્રથમ ભાવમોક્ષરૂપ કેવળજ્ઞાનનું સ્વરૂપ જણાવીને પછી દ્રવ્યમોક્ષનું સ્વરૂપ જણાવ્યું છે.
કેવળજ્ઞાનની ઉત્પત્તિનું કા૨ણ
मोहक्षयाज्ज्ञानदर्शनावरणान्तरायक्षयाच्च केवलम् ॥ १॥
અર્થ:- [ મોહક્ષયાત્] મોહનો ક્ષય થવાથી (અંતર્મુહૂર્તપર્યંત ક્ષીણકષાય નામનું ગુણસ્થાન પામ્યા બાદ) [જ્ઞાનવર્શનાવરણ અંતરાય ક્ષયાત્ ] જ્ઞાનાવરણ, દર્શનાવરણ
Please inform us of any errors on rajesh@AtmaDharma.com