________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates અ. ૧૦. સૂ. ૧ ]
| [ ૬૦૭ તે સિદ્ધદશા છે. કેવળજ્ઞાનપૂર્વક જ મોક્ષ થાય છે માટે મોક્ષનું વર્ણન કરતાં તેમાં પહેલાં કેવળજ્ઞાનની ઉત્પત્તિનું સૂત્ર જણાવ્યું છે.
૫. પ્રશ્ન- જીવને તેરમા ગુણસ્થાને અનંત વીર્ય પ્રગટયું હોવા છતાં યોગ વગેરે ગુણનો વિકાર રહે છે અને સંસારીપણું રહે છે તેનું કારણ અઘાતિકર્મનો ઉદય છે-માન્યતા ખરી છે?
ઉત્તરઃ- એ માન્યતા ખરી નથી. તેરમાં ગુણસ્થાને સંસારીપણું રહેવાનું ખરું કારણ એ છે કે ત્યાં જીવના યોગ ગુણનો વિકાર છે તેમજ જીવના પ્રદેશોની વર્તમાન લાયકાત તે ક્ષેત્રે (– શરીર સાથે) રહેવાની છે, તથા જીવના અવ્યાબાધ, નિર્નામી, નિર્ગોત્રી અને અનાયુષ્યી ધર્મો હજી પૂર્ણ પ્રગટ થતા નથી. આ પ્રમાણે જીવ પોતાના જ કારણે સંસારમાં રહે છે. જડ, અઘાતિકર્મના ઉદયના કારણ કે કોઈ પરના કારણે જીવ સંસારમાં ખરેખર રહે છે એ માન્યતા તદ્દન ખોટી છે. “તેરમા ગુણસ્થાને ચાર અઘાતિ કર્મોનો ઉદય છે તેથી જીવ સિદ્ધપણું પામતો નથી' એ તો માત્ર વ્યવહારકથન છે; જ્યારે જીવને પોતાના વિકારીભાવને કારણે સંસાર હોય ત્યારે તેરમા અને ચૌદમાં ગુણસ્થાને-જડકર્મની સાથેનો નિમિત્ત-નૈમિત્તિકસંબંધ કેવો હોય છે તે બતાવવા માટે કર્મશાસ્ત્રોમાં ઉપર જણાવ્યા મુજબનું વ્યવહારકથન કર્યું હોય છે. ખરેખર કર્મના ઉદય-સત્તા વગેરેને કારણે કોઈ જીવ સંસારમાં રહે છે એમ માનવું તે, જીવ અને જડકર્મોને એકમેક માનવારૂપ મિથ્યા માન્યતા છે. શાસ્ત્રોના અર્થ કરવામાં અજ્ઞાનીઓની મૂળભૂત ભૂલ એ છે કે વ્યવહારનયના કથનોને તે નિશ્ચયનયના કથનો માનીને વ્યવહારને જ પરમાર્થ માની લે છે. તે ભૂલ ટાળવા માટે આ શાસ્ત્રના પહેલા અધ્યાયના છઠ્ઠા સૂત્રમાં પ્રમાણ તથા નયનું યથાર્થ જ્ઞાન કરવાની આચાર્યભગવાને આજ્ઞા કરી છે. (પ્રમાનધિમ:). જેઓ વ્યવહારના કથનોને જ નિશ્ચયના કથનો માનીને શાસ્ત્રોના તેવા અર્થો કરે છે તેમનું તે અજ્ઞાન ટાળવા માટે શ્રી કુંદકુંદાચાર્યદવે સમયસારજીમાં ૪ ૩૨૪ થી ૩ર૬ ગાથા કહી છે..... માટે જિજ્ઞાસુઓએ શાસ્ત્રોના કથનો કયા નયથી છે અને
તે ગાથાઓ આ પ્રમાણે છેવ્યવહારમૂઢ અતત્ત્વવિદ્ પરદ્રવ્યને “મારું” કહે, “પરમાણુમાત્ર ને મારું જ્ઞાની જાણતા નિશ્ચય વડે. ૩ર૪
જ્યમ પુરુષ કોઈ કહે “અમારું ગામ, પુર ને દેશ છે,' પણ તે નથી તેનાં, અરે ! જીવ મોહથી “મારાં કહે ૩૨૫. એવી જ રીતે જે જ્ઞાની પણ “મુજ' જાણતો પરદ્રવ્યને, નિજરૂપ કરે પરદ્રવ્યને, તે જરૂર મિથ્યાત્વી બને. ૩ર૬.
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com