________________
Version 001: remember to check htîp://www.AtmaDharma.com for updates
૮]
[ મોક્ષશાસ્ત્ર અહિંસાદિથી જીવનો સંસારરોગ મટતો નથી. મિથ્યાત્વ હોય ત્યાં નિશ્ચયથી ( ખરેખર ) તો અહિંસાદિ હોતાં જ નથી. “ આત્મસ્રાંતિ સમ રોગ નહિ” એ પદ ખાસ લક્ષમાં રાખવા લાયક છે. અનાદિકાળથી જીવને મિથ્યાત્વદશા ચાલી આવતી હોવાથી જીવને સમ્યગ્દર્શન નથી; માટે પહેલાં સમ્યગ્દર્શન પ્રાપ્ત કરવાનો પ્રયત્ન ક૨વા આચાર્ય ભગવાન વારંવાર ઉપદેશ કરે છે.
સમ્યગ્દર્શન વિના જ્ઞાન, ચારિત્ર અને તપમાં સમ્યપણું આવતું નથી; સમ્યગ્દર્શન જ જ્ઞાન, ચારિત્ર, વીર્ય અને તપનો આધાર છે. આંખોથી જેમ મોઢાને શોભા-સુંદરતા પ્રાપ્ત થાય છે તેમ સમ્યગ્દર્શનથી જ્ઞાનાદિકમાં સમ્યકપણું-શોભાસુંદરતા પ્રાપ્ત થાય છે.
આ સંબંધી રત્નકદંડ શ્રાવકાચારમાં કહ્યું છે કેઃ
न सम्यक्त्वसमं किचित्रैकाल्ये त्रिजगत्यपि । श्रेयोऽश्रेयश्च मिथ्यात्वसमं नान्यत्तनुभृताम् ।। ३४ ।। અર્થ:- સમ્યગ્દર્શન સમાન આ જીવને ત્રણકાળ ત્રણલોકમાં બીજું કોઈ કલ્યાણ નથી અને મિથ્યાત્વ સમાન ત્રણકાળ ત્રણલોકમાં બીજું કોઈ અકલ્યાણ નથી.
ભાવાર્થ:- અનંતકાળ વીતી ગયો, એક સમય વર્તમાન ચાલે છે અને ભવિષ્યમાં અનંતકાળ આવશે-એ ત્રણે કાળમાં અને અધોલોક, તથા મધ્યલોક તથા ઊર્ધ્વલોક-એ ત્રણે લોકમાં જીવને સર્વોત્કૃષ્ટ ઉપકાર કરનાર સમ્યક્ત્વ સમાન બીજું કોઈ છે નહિ, થયું નથી અને થશે નહિ. ત્રણલોકમાં રહેલા ઇન્દ્ર, અહમિન્દ્ર, ભુવનેન્દ્ર, ચક્વર્તી, નારાયણ, બલભદ્ર કે તીર્થંકર વગેરે ચેતન અને મણિ, મંત્ર, ઔષધ વગેરે જડ દ્રવ્ય-એ કોઈ સમ્યક્ત્વ સમાન ઉપકાર કરનાર નથી; અને આ જીવનું સૌથી મહાન અતિ-બૂરું જેવું મિથ્યાત્વ કરે છે એવું અહિત બૂરું કરનાર કોઈ ચેતન કે અચેતન દ્રવ્ય ત્રણકાળ ત્રણલોકમાં છે નહિ. થયું નથી અને થશે નહિ; તેથી મિથ્યાત્વને છોડવા માટે પરમ પુરુષાર્થ કરો. સમસ્ત સંસારના દુઃખનો નાશ કરનાર, આત્મકલ્યાણ પ્રગટ કરનાર એક સમ્યક્ત્વ છે; માટે તે પ્રગટ કરવાનો જ પુરુષાર્થ કરો.
વળી સમ્યક્ત્વ એ જ પ્રથમ કર્તવ્ય છે એ સંબંધમાં શ્રી અષ્ટપાહુડમાં નીચે પ્રમાણે કહ્યું છેઃ
શ્રાવકે પ્રથમ શું કરવું તે કહે છે
गहिऊण य सम्मत्तं सुणिम्मलं सुरगिरीव णिक्कंप। तं जाणे झाइज्जइ सावय ! दुक्खक्खयट्ठाए ।।
(મોક્ષપાહુડ ગાથા ૮૬)
Please inform us of any errors on rajesh@AtmaDharma.com