________________
Version 001: remember to check htfp://www.AtmaDharma.com for updates
અ. ૧ સૂત્ર ૨]
[ ૭
(૪) બીજો અર્થ:- જીવાદિને જેમ ‘તત્ત્વ' કહેવામાં આવે છે તેમ ‘અર્થ’ પણ કહેવામાં આવે છે; જે તત્ત્વ છે તે જ અર્થ છે, અને તેનું શ્રદ્ધાન તે સમ્યગ્દર્શન છે. જે પદાર્થ જેમ અવસ્થિત છે તેમ તેનું હોવું તે તત્ત્વ છે, અને ‘ અર્થતે ’કહેતાં નિશ્ચય કરીએ તે અર્થ છે. તેથી તત્ત્વસ્વરૂપનો જે નિશ્ચય તે તત્ત્વાર્થ છે. તત્ત્વાર્થની શ્રદ્ધા તે સમ્યગ્દર્શન છે.
(૫) વિપરીત અભિનિવેશ (ઊંધા અભિપ્રાય ) રહિત જીવાદિનું તત્ત્વાર્થ શ્રદ્વાન તે સમ્યગ્દર્શનનું લક્ષણ છે. સમ્યગ્દર્શનમાં વિપરીત માન્યતા હોતી નથી એમ બતાવવા માટે ‘દર્શન' પહેલાં' સમ્યક્' પદ વાપર્યું છે. જીવ, અજીવ, આસવ, બંધ, સંવર, નિર્જરા અને મોક્ષ એ સાત તત્ત્વો છે–એમ ચોથા સૂત્રમાં કહેશે.
(૬) નિશ્ચયથી શુદ્ધ આત્માનો પ્રતિભાસ તે સમ્યગ્દર્શનનું લક્ષણ છે. અભેદષ્ટિમાં આત્મા તે જ સમ્યગ્દર્શન છે.
(૭) ‘તત્ત્વ ’ શબ્દનો મર્મ
‘તત્ત્વ ’ શબ્દનો અર્થ તપણું-તેપણું' થાય છે. દરેક વસ્તુને-તત્ત્વને સ્વરૂપથી તપણું અને ૫૨રૂપથી અતપણું છે. જીવ વસ્તુ હોવાથી તેને પોતાના સ્વરૂપથી તપણું છે અને ૫૨ના સ્વરૂપથી અતપણું છે. જીવ ચૈતન્યસ્વરૂપ હોવાથી તે જ્ઞાતા છે અને અન્ય સર્વ વસ્તુઓ શૈય છે તેથી જીવ બીજા સર્વ પદાર્થોથી તદ્દન ભિન્ન છે. જીવ પોતાથી તત્ હોવાથી તેનું જ્ઞાન તેને પોતાથી થાય છે; જીવ પરથી અતત્ હોવાથી તેને પરથી જ્ઞાન થઈ શકે નહિ. ‘ઘડાનું જ્ઞાન ઘડાના આધારે થાય છે' –એમ કેટલાક જીવો માને છે પણ તે ભૂલ છે. જ્ઞાન જીવનું સ્વરૂપ હોવાથી તે જ્ઞાન પોતાથી તત્ છે અને ૫૨થી અતત્ છે. જીવને દરેક સમયે પોતાની લાયકાત અનુસાર જ્ઞાનની અવસ્થા થાય છે; પરશેય સંબંધી પોતાનું જ્ઞાન થતી વખતે પજ્ઞેય હાજર હોય છે, પણ તે પ૨વસ્તુથી જીવને જ્ઞાન થાય છે એમ માનનારે જીવને ‘તત્ત્વ’ માન્યું નથી. જો ઘડાથી ઘડા સંબંધી જ્ઞાન થતું હોય તો અણસમજી જીવ હોય તેની પાસે ઘડો હોય ત્યારે તેને તે ઘડાનું જ્ઞાન થવું જોઈએ, પણ તેમ થતું નથી; માટે જ્ઞાન પોતાથી થાય છે એમ સમજવું જીવને જો પરથી જ્ઞાન થાય તો જીવ અને ૫૨ એક તત્ત્વ થઈ જાય, પણ તેમ બને નહિ.
(૮) સમ્યગ્દર્શનનું માહાત્મ્ય
અહિંસા, સત્ય, અચૌર્ય, બ્રહ્મચર્ય અને પરિગ્રહત્યાગ એ જો મિથ્યાદર્શન સહિત હોય તો ગુણ થવાને બદલે સંસારમાં દીર્ઘકાળ સુધી પરિભ્રમણ કરાવવાવાળા દોષોને ઉત્પન્ન કરે છે. જેમ ઝેરસહિતના ઔષધથી લાભ થતો નથી તેમ મિથ્યાત્વ સહિત
Please inform us of any errors on rajesh@AtmaDharma.com