________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૫૮૦ ]
| [ મોક્ષશાસ્ત્ર
ટીકા ૧. ઉત્તમસંહનન- વજર્ષભનારાચ વજનારાચ, અને નારાચ એ ત્રણ
| ઉત્તમસંહનન છે. તેમાં મોક્ષ પામનાર જીવને પહેલું સંહનન હોય છે. એકાગ્ર- એકાગ્રનો અર્થ મુખ્ય, સહારો, અવલંબન, આશ્રય પ્રધાન અથવા
સન્મુખ થાય છે. વૃત્તિને અન્ય ક્રિયાથી ખેંચીને એક જ વિષયમાં રોકવી તે એકાગ્ર ચિંતાનિરોધ છે અને તે જ ધ્યાન છે. જ્યાં
એકાગ્રતા નથી ત્યાં ભાવના છે. ૨. આ સૂત્રમાં ધ્યાતા, ધ્યાન, ધ્યેય અને ધ્યાનનો કાળ એ ચાર બાબતો
નીચે પ્રમાણે આવી જાય છે૧. ઉત્તમસંહનનધારી પુરુષ તે ધ્યાતા. ૨. એકાગ્રચિંતાનિરોધ તે ધ્યાન. ૩. જે એક વિષયને પ્રધાન કર્યો તે ધ્યેય.
૪. અંતર્મુહૂર્ત તે ધ્યાનનો ઉત્કૃષ્ટ કાળ. મુહૂર્ત એટલે ૪૮ મિનિટ, અને અંતર્મુહૂર્ત એટલે ૪૮ મિનિટની અંદર કાળ. ૪૮ મિનિટમાં એક સમય ઓછો તે ઉત્કૃષ્ટ અંતર્મુહૂર્ત છે.
૩. ઉત્તમ સંહનનવાળાને અંતર્મુહૂર્ત સુધી ધ્યાન રહી શકે છે એમ અહીં કહ્યું છે, તેનો અર્થ એવો થયો કે અનુત્તમ સહુનનવાળાને સામાન્ય ધ્યાન થાય છે, એટલે કે જેટલો વખત ઉત્તમ સહુનનવાળાને રહે છે તેટલો વખત તેને રહેતું નથી. આ સૂત્રમાં કાળનું કથન કર્યું છે તેમાં આ બાબત ગર્ભિતપણે આવી જાય છે.
૪. અષ્ટપ્રાભૂતમાં મોક્ષપ્રાભૃતમાં કહ્યું છે કે- જીવ આજે પણ ત્રિરત્નવડે શુદ્ધાત્માને ધ્યાવીને સ્વર્ગલોકમાં વા લૌકાંતિકમાં દેવપણું પામે છે અને ત્યાંથી ચ્યવીને મનુષ્ય થઈ મોક્ષ પામે છે (ગાથા-૭૭); માટે પંચમકાળના અનુત્તમ સહુનનવાળા જીવોને પણ ધર્મધ્યાન થઈ શકે છે.
૫. પ્રશ્ન- ધ્યાનમાં ચિંતાનો નિરોધ છે, અને ચિંતાનો નિરોધ તે અભાવ છે, તેથી તે અભાવના કારણે ધ્યાન પણ ગધેડાના શિંગડાની જેમ અસત્ થયું?
ઉત્તર:- ધ્યાન અસરૂપ નથી. બીજા વિચારોથી નિવૃત્તિની અપેક્ષાએ અભાવ છે, પરંતુ સ્વવિષયના આકારની અપેક્ષાએ સદ્દભાવ છે એટલે કે તેમાં સ્વરૂપની પ્રવૃત્તિનો સદ્ભાવ છે, એમ “એકાગ્ર” શબ્દથી નક્કી કરી શકાય છે. સ્વરૂપની અપેક્ષાએ ધ્યાન વિધમાન-સરૂપ છે.
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com