________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates અ. ૯. સૂત્ર ૨૬-૨૭ ]
[ પ૭૯ સમ્યફ વ્યુત્સર્ગતપના બે ભેદ
વાહ્યાવૃંતજોપચ્યો: ૨૬ / અર્થ- [ વહ્ય વ્યંતર ૩પથ્થો] બાહ્ય ઉપધિ વ્યુત્સર્ગ અને આત્યંતર ઉપધિ વ્યુત્સર્ગ- એ બે ભેદ વ્યુત્સર્ગતપના છે.
ટીકા ૧. બાહ્ય ઉપધિ એટલે બાહ્ય પરિગ્રહ અને આત્યંતર ઉપધિ એટલે અંતરંગ પરિગ્રહ. દસ પ્રકારના બાહ્ય પરિગ્રહુ અને ચૌદ પ્રકારના અંતરંગ પરિગ્રહનો ત્યાગ વ્યુત્સર્ગતપ છે. આત્માના વિકારી પરિણામ તે અંતરંગ પરિગ્રહ છે; તેને બાહ્યપરિગ્રહ સાથે નિમિત્ત-નૈમિત્તિકસંબંધ છે.
૨. પ્રશ્ન- આ વ્યુત્સર્ગતપ શા માટે છે?
ઉત્તર:- નિઃસંગપણું, નિડરતા, જીવિતની આશાનો અભાવ, એ વગેરે માટે આ તપ છે.
૩. જે ચૌદ અંતરંગ પરિગ્રહ છે તેમાં સૌથી પ્રથમ મિથ્યાત્વ ટળે છે; તે ટળ્યા સિવાય બીજા કોઈ પણ પરિગ્રહ ટળે જ નહિ. એ સિદ્ધાંત બતાવવા માટે આ શાસ્ત્રના પહેલા જ સૂત્રમાં મોક્ષમાર્ગ તરીકે આત્માના જે ત્રણ શુદ્ધ ભાવોના એકત્વની જરૂરિયાત બતાવી છે તેમાં પણ પહેલાં જ સમ્યગ્દર્શન જણાવ્યું છે. સમ્યગ્દર્શન વગર જ્ઞાન કે ચારિત્ર પણ સમ્યક હોતાં નથી. ચારિત્ર માટે જે “સમ્યફ” વિશેષણ મૂકવામાં આવે છે તે અજ્ઞાનપૂર્વકના આચરણની નિવૃત્તિ સૂચવે છે. પહેલાં સમ્યક શ્રદ્ધા-જ્ઞાન થયા પછી જે યથાર્થ ચારિત્ર હોય તે જ સમ્યકચારિત્ર છે. માટે મિથ્યાત્વ ટાળ્યા વગર કોઈ પ્રકારનું તપ કે ધર્મ થાય નહિ. / ર૬
આ નિર્જરાતત્ત્વનું વર્ણન ચાલે છે. નિર્જરાનું કારણ તપ છે; તપના ભેદોનું વર્ણન ચાલે છે, તેમાં આભ્યતર તપના પહેલા પાંચ ભેદોનું વર્ણન પૂરું થયું. હવે છઠ્ઠો ભેદ ધ્યાન છે; તેનું વર્ણન કરે છે.
સમ્યક્ ધ્યાનતપનું લક્ષણ उत्तमसंहननस्यैकाग्रचिंतानिरोधोध्यानमान्तर्मुहूर्तात्।।२७।।
અર્થ:- [ ૩ત્તમસંદનનચ] ઉત્તમ સંહનનવાળાને [ મન્તર્મુહૂર્તા] અંતર્મુહૂર્ત સુધી [vપ્રવિંતાનિરોધ: ધ્યાનમ] એકાગ્રતા પૂર્વક ચિંતાનો નિરોધ તે ધ્યાન છે.
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com