________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates પ૭૬ ]
[ મોક્ષશાસ્ત્ર પ્રાય: = પ્રકૃષ્ટપણે અને ચિત્ત = જ્ઞાન; પ્રકૃષ્ટપણે જે જ્ઞાન તે જ પ્રાયશ્ચિત્ત છે. ક્રોધાદિવિભાવભાવનો ક્ષય કરવાની ભાવનામાં વર્તવું તથા પોતાના આત્મિક ગુણોની ચિંતા કરવી તે ખરું પ્રાયશ્ચિત્ત છે. પોતાના આત્મિકતત્ત્વમાં રમણરૂપ જે તપશ્ચરણ તે જ શુદ્ધનિશ્ચયપ્રાયશ્ચિત્ત છે (જુઓ, શ્રી નિયમસાર ગાથા ૧૧૩ થી ૧૨૧).
૪. નિશ્ચયપ્રતિક્રમણનું સ્વરૂપ વચનની રચનાને છોડીને તથા રાગદ્વેષાદિ ભાવોનું નિવારણ કરીને જે કોઈ પોતાના આત્માને ધ્યાવે છે તેને પ્રતિક્રમણ હોય છે. સર્વે વિરાધના અર્થાત્ અપરાધને છોડીને જે મોક્ષાર્થી જીવ સ્વરૂપની આરાધનામાં વર્તન કરે છે તેને ખરું પ્રતિક્રમણ છે.
(નિયમસાર ગાથા ૮૩-૮૪). ૫. નિશ્ચયઆલોચનાનું સ્વરૂપ જે જીવ પોતાના આત્માને નોકર્મ, દ્રવ્યકર્મ તથા વિભાવ ગુણપર્યાયથી રહિત ધ્યાવે છે તેને ખરી આલોચના હોય છે. સમતાભાવમાં પોતાના પરિણામને ધરીને પોતાના આત્માને દેખવો તે ખરી આલોચના છે. (જુઓ, શ્રી નિયમસાર ગાથા ૧૦૭ થી ૧૧૨). / રર/
સમ્યક્ વિનયતપના ચાર ભેદ
ज्ञानदर्शनचारित्रोपचाराः।।२३।। અર્થ:- [જ્ઞાન વર્ણન વારિત્ર ૩૫થી૨T:] જ્ઞાનવિનય, દર્શનવિનય, ચારિત્રવિનય અને ઉપચારવિનય-આ ચાર ભેદ વિનયતપના છે, (૧) જ્ઞાનવિનય- આદરપૂર્વક યોગ્યકાળમાં સન્શાસ્ત્રનો અભ્યાસ કરવો;
મોક્ષને માટે જ્ઞાનનું ગ્રહણ-અભ્યાસ-સંસ્મરણ વગેરે કરવું તે
જ્ઞાનવિનય છે. (૨) દર્શનવિનય- શંકા, કાંક્ષા વગેરે દોષરહિત સમ્યગ્દર્શનને ધારણ કરવું તે
દર્શનવિનય છે. (૩) ચારિત્રવિનય- ચારિત્રને નિર્દોષ રીતે પાળવું તે ચારિત્રવિનય છે. (૪) ઉપચારવિનય-આચાર્ય વગેરે પૂજ્ય પુરુષોને દેખીને ઊભા થવું,
નમસ્કાર કરવા એ વગેરે ઉપચારવિનય છે. આ બધા ભેદો વ્યવહારવિનયના છે.
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com