________________
Version 001: remember to check http://www.Atma Dharma.com for updates પ૭૨]
[ મોક્ષશાસ્ત્ર (૧) આહાર ન લેવાનો જે રાગ મિશ્રિત વિચાર આવે છે તે શુભભાવ છે અને તેનું ફળ પણ્ય-બંધન છે; હું તેનો સ્વામી નથી.
(૨) અન્ન, પાણી વગેરે પર વસ્તુઓ છે; આત્મા તેને કોઈ પ્રકારે ગ્રહી કે છોડી શકે નહિ. પણ જ્યારે સમ્યગ્દષ્ટિ જીવ પરવસ્તુ ઉપરનો તે પ્રકારનો રાગ છોડે છે ત્યારે પુગલ પરાવર્તનના નિયમ પ્રમાણે એવો નિમિત્ત-નૈમિત્તિકસંબંધ હોય છે કે તેટલો વખત તેને અન્ન. પાણી વગેરેનો સંબંધ હોતો નથી.
(૩) અન્ન, પાણી વગેરેનો સંયોગ ન થયો તે પર દ્રવ્યની ક્રિયા છે, તેનાથી આત્માને ધર્મ કે અધર્મ થતો નથી.
(૪) સમ્યગ્દષ્ટિને રાગનું સ્વામીત્વ નહિ હોવાથી જે સમ્યક માન્યતા છે તે દઢ થાય છે, અને તેથી સાચા અભિપ્રાયપૂર્વક જે અન્ન, પાણી વગેરે લેવાનો રાગ ટળ્યો તે સમ્યફ અનશન તપ છે, તે વીતરાગતાનો અંશ છે તેથી તે ધર્મનો અંશ છે. તેમાં જેટલે અંશે અંતરંગ પરિણામોની શુદ્ધતા થઈ અને શુભાશુભ ઇચ્છાનો નિરોધ થયો તેટલે અંશે સમ્યકતપ છે, અને તે જ નિર્જરાનું કારણ છે.
છ પ્રકારના બાહ્ય અને છ પ્રકારના અંતરંગ એ બારે પ્રકારના તપ સંબંધમાં ઉપર પ્રમાણે સમજી લેવું.
સમ્યક તપની વ્યાખ્યા (૧) સ્વરુપવિશ્રાંતનિસ્તરં ચૈતન્યપ્રતપુનાત તા: એટલે કે સ્વરૂપની સ્થિરતારૂપ તરંગ વગરનું (-નિર્વિકલ્પ) ચૈતન્યનું પ્રતિપન (દેદીપ્યમાન થવું) તે તપ છે.
(જુઓ, શ્રી પ્રવચનસાર અ. ૧. ગા. ૧૪ ની ટીકા.) (૨) સહનનિશ્ચયનયત્મિપુ૨સ્વમાવીત્મપરમાત્મનિ પ્રતાનું તપ: એટલે કે સહજ-નિશ્ચયનયરૂપપરમસ્વભાવમય પરમાત્માનું પ્રતપન (અર્થાત્ દઢતા થી તન્મય થવું) તે તપ છે. (નિયમસાર. ૫૫ ટીકા )
(૩) પ્રસિદ્ધ શુદ્ધ છIRપરમાત્મતત્ત્વ સાન્તર્યુવતયા પ્રતપુન યત્તત્ત]: એટલે કે પ્રસિદ્ધ-શુદ્ધકારણપરમાત્મતત્ત્વમાં સદા અંતરમુખપણે જે પ્રતપન (અર્થાત્ લીનતા) તે તપ છે. (નિયમસાર ટીકા, ગાથા. ૧૮૮ નું મથાળું )
(૪) માત્માનમાત્મના સંધર ફFધ્યાત્મ તપન્ન એટલે કે આત્માને આત્મદ્વારા ધરવો તે અધ્યાત્મ તપ છે. (નિયમસાર ગા. ૧૨૩ ટીકા ).
(૫) રુચ્છાનિરોધ: તા: એટલે કે શુભાશુભ ઇચ્છાનો નિરોધ તે તપ છે.
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com