________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates અ. ૯ સૂત્ર ૧૯]
[ પ૭૩ ૫. તપના ભેદો શા માટે? પ્રશ્ન- જો તપની વ્યાખ્યા ઉપર પ્રમાણે છે તો તે તપના ભેદ પડી શકે નહિ, છતાં અહીં તપના બાર ભેદ કેમ કહ્યા છે?
ઉત્તર:- શાસ્ત્રોનું કથન કોઈ વાર ઉપાદાન (-નિશ્ચય) ની અપેક્ષાએ અને કોઈવાર નિમિત્ત (-વ્યવહાર) ની અપેક્ષાએ હોય છે. નિમિત્ત જુદા જુદા હોવાથી તેમાં ભેદ પડે, પણ ઉપાદાન તો આત્માનો શુદ્ધ સ્વભાવ હોવાથી તેમાં ભેદ પડે નહિ. અહીં તપના જે બાર ભેદ જણાવ્યા છે તે ભેદો નિમિત્ત અપેક્ષાએ છે. આ શાસ્ત્ર મુખ્યપણે પર્યાયાર્થિકનયથી કથન કરતું હોવાથી તે ભેદો જણાવ્યા છે.
૬. જે જીવને સમ્યગ્દર્શન ન હોય તે જીવ વનમાં રહે, ચોમાસામાં ઝાડ નીચે રહે. ગરમીમાં અત્યંત તીવ્ર કિરણોથી સંતપ્ત પર્વતના શિખર ઉપર આસન લગાવે, શિયાળામાં ખુલ્લા મેદાનમાં ધ્યાન કરે, બીજા અનેક પ્રકારના કાયકલેશ કરે, ઘણા ઉપવાસો કરે, શાસ્ત્રો ભણવામાં ઘણો ચતુર હોય, મૌનવ્રત ધારે ઇત્યાદિ બધું કરે પણ તેનું તે બધું વૃથા છે- સંસારનું કારણ છે, તેનાથી ધર્મનો અંશ પણ થતો નથી. જે જીવ સમ્યગ્દર્શનથી રહિત હોય તે જીવ અનશનાદિ બાર તપો કરે તો પણ તેના કાર્યની સિદ્ધિ થતી નથી. માટે હે જીવ! આકુળતારહિત સમતાદેવીનું કુળમંદિર જે પોતાનું આત્મિકતત્ત્વ તેનું જ તું ભજન કર ( જાઓ, શ્રી નિયમસાર, ગાથા ૧૨૪). / ૧૯ાા
અત્યંતર તપના છ પ્રકારો प्रायश्रित्तविनयवैयावृत्यस्वाध्यायव्युत्सर्गध्यानान्युत्तरम्।।२०।।
અર્થ- [ પ્રાયશ્ચિત્ત વિનય વૈયાવૃત્ય] સમ્યક પ્રકારે પ્રાયશ્ચિત્ત, સમ્યક વિનય, સમ્યક્ વૈયાવૃત્ય, [સ્વાધ્યાય વ્યુત્તે ધ્યાનાન] સમ્યક સ્વાધ્યાય, સમ્યફ વ્યુત્સર્ગ અને સમ્યફ ધ્યાન [ ઉત્તરમ્] એ છ પ્રકાર આત્યંતર તપના છે.
નોંધ:- આ સૂત્રમાં “સમ્યફ” શબ્દનું અનુસંધાન આ અધ્યાયના ચોથા સૂત્રથી આવે છે; પ્રાયશ્ચિત્તાદિ છે એ પ્રકારમાં તે લાગુ પડે છે. જો “સમ્યક” શબ્દનું અનુસંધાન ન લેવામાં આવે તો નાટક વગેરે સંબંધી અભ્યાસ કરવો તે પણ સ્વાધ્યાય ત૫ ઠરશે. પરંતુ સમ્યફ’ શબ્દ વડે તેનો નિષેધ થાય છે.
ટીકા ૧. ઉપરના સૂત્રની જે ટીકા છે તે અહીં પણ લાગુ પડે છે.
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com