________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates અ. ૯ સૂત્ર ૧૯ ]
[ પ૭૧ અવમૌદર્ય, સમ્યક વૃત્તિપરિસંખ્યાન, [રસારિત્યા1 વિવિધ્યાસન છાયછનેશ:] સમ્યક રસપરિત્યાગ, સમ્યક વિવિક્ત શય્યાસન અને સમ્યક કાયકલેશ | વાહ્ય તપ:] એ છ પ્રકારના બાહ્ય તપ છે.
નોંધ:- આ સૂત્રમાં “સમ્યક” શબ્દનું અનુસંધાન આ અધ્યાયના ચોથા સૂત્રથી આવે છે. અનશનાદિ છએ પ્રકારમાં “સમ્યક' શબ્દ લાગુ પડે છે.
ટીકા
૧. સૂત્રમાં કહેલા શબ્દોની વ્યાખ્યા (૧) સમ્યક્ અનશન- સમ્યગ્દષ્ટિ જીવને આહાર ત્યાગનો ભાવ થતાં વિષય
કષાયનો ભાવ ટળી, અંતરંગ પરિણામોની જે શુદ્ધતા થાય છે તે. (૨) સમ્યક અવમૌદર્ય- સમ્યગ્દષ્ટિ જીવને રાગ ભાવ દૂર કરવા માટે ભૂખ
હોય તે કરતાં ઓછું ભોજન કરવાનો ભાવ થતાં, અંતરંગ
પરિણામોની જે શુદ્ધતા થાય છે તે. (૩) સમ્યક વૃત્તિપરિસંખ્યાન- સમ્યગ્દષ્ટિ જીવને સંયમના હેતુએ નિર્દોષ
આહારની ભિક્ષા માટે જતી વખતે, ભોજનની વૃત્તિ તોડનારો
નિયમ કરતાં, અંતરંગ પરિણામોની જે શુદ્ધતા થાય છે તે. (૪) સમ્યક રસ પરિત્યાગ- સમ્યગ્દષ્ટિ જીવને ઇન્દ્રિયો ઉપરના રાગનું દમન
કરવા માટે ઘી, દૂધ, દહીં, તેલ, મીઠાઈ, લવણ વગેરે રસોનો યથાશક્તિ ત્યાગ કરવાનો ભાવ થતાં, અંતરંગ પરિણામોની જે
શુદ્ધતા થાય છે તે. (૫) સમ્યક વિવિક્ત શાશન- સમ્યગ્દષ્ટિ જીવને સ્વાધ્યાય, ધ્યાન
વગેરેની પ્રાપ્તિ માટે કોઈ એકાંત નિર્દોષ સ્થાનમાં પ્રમાદરહિત સૂવા
બેસવાની વૃત્તિ થતાં અંતરંગ પરિણામોની જે શુદ્ધતા થાય છે તે. (૬) સમ્યક કાયકલેશ-સમ્યગ્દષ્ટિ જીવને શરીર ઉપરની આસક્તિ ઘટાડવા
આતપન વગેરે યોગ ધારણ કરતી વખતે અંતરંગ પરિણામોની જે
શુદ્ધતા થાય છે તે. ૨. “સમ્યક' શબ્દ એમ સૂચવે છે કે સમ્યગ્દષ્ટિને જ આ તપ હોય છે, મિથ્યાદષ્ટિને તપ હોતું નથી.
૩. સમ્યગ્દષ્ટિ જીવ અનશનની પ્રતિજ્ઞા કરે છે તે વખતે નીચે પ્રમાણે જાણે છે
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com