________________
Version 001: remember to check htîp://www.AtmaDharma.com for updates
અ. ૯ સૂત્ર ૧૮ ]
[ ૫૬૭
૩. છઠ્ઠા ગુણસ્થાનની દશા
સાતમા ગુણસ્થાનથી તો નિર્વિકલ્પદશા હોય છે. છઠ્ઠા ગુણસ્થાને મુનિને આહાર વિહારાદિનો વિકલ્પ હોય છે ત્યારે પણ તેમને ત્રણ કષાય નહિ હોવાથી સંવર-નિર્જરા થાય છે અને શુભભાવનો અલ્પ બંધ થાય છે; જે વિકલ્પ ઉઠે છે તે વિકલ્પના સ્વામીત્વનો તેમને નકાર વર્તે છે અને અકષાયદષ્ટિએ જેટલે દરજ્જે રાગ ટળે છે તેટલે દરજ્જે સંવનિર્જરા છે, તથા જેટલો શુભભાવ થાય છે તેટલું બંધન છે. (જુઓ, મોક્ષમાર્ગ-પ્રકાશક પા. ૨૩૫ ) ૪. ચારિત્રનું સ્વરૂપ
કેટલાક જીવો માત્ર હિંસાદિક પાપના ત્યાગને ચારિત્ર માને છે અને
મહાવ્રતાદિરૂપ શુભોપયોગને ઉપાદેયપણાથી ગ્રહણ કરે છે. પણ તે યથાર્થ નથી. આ શાસ્ત્રના સાતમા અધ્યાયમાં આસ્રવ પદાર્થનું નિરૂપણ કરવામાં આવ્યું છે, ત્યાં મહાવ્રત અને અણુવ્રતને આસ્રવરૂપ માન્યાં છે, તો તે ઉપાદેય કેવી રીતે હોય ? આસ્રવ તો બંધનું કારણ છે અને ચારિત્ર તો મોક્ષનું કારણ છે, માટે તે મહાવ્રતાદિરૂપ આસ્રવભાવોને ચારિત્રપણું સંભવતું નથી; પણ જે સર્વ કષાયરહિત ઉદાસીન ભાવ છે તેનું જ નામ ચારિત્ર છે. સમ્યગ્દર્શન થયા પછી જીવના કંઈક ભાવ વીતરાગ થયા હોય છે અને કંઈક ભાવ સરાગ હોય છે; તેમાં જે અંશ વીતરાગરૂપ છે તે જ ચારિત્ર છે અને તે સંવરનું કારણ છે.
( જીઓ, મોક્ષમાર્ગ – પ્રકાશક પા. ૨૩૧-૨૩૩) ૫. ચારિત્રમાં ભેદો શા માટે બતાવ્યા?
પ્રશ્ન:- વીતરાગભાવ તે ચારિત્ર છે અને વીતરાગભાવ તો એક જ પ્રકારનો છે, તો પછી ચારિત્રના ભેદો શા માટે કહ્યા ?
ઉત્ત૨:- વીતરાગભાવ એક પ્રકારનો છે પરંતુ તે એક સાથે આખો પ્રગટતો નથી પણ ક્રમે ક્રમે પ્રગટે છે તેથી તેમાં ભેદ પડે છે. જેટલે અંશે વીતરાગભાવ પ્રગટે છે તેટલે અંશે ચારિત્ર પ્રગટે છે, માટે ચારિત્રના ભેદો કહ્યા છે.
પ્રશ્ન:- જો એમ છે તો છઠ્ઠા ગુણસ્થાને જે શુભભાવ છે તેને પણ ચારિત્ર કેમ કહો છો?
ઉત્ત૨:- ત્યાં શુભભાવને ખરું ચારિત્ર કહેવામાં આવતું નથી પણ તે શુભભાવ વખતે જે અંશે વીતરાગભાવ છે, તેને ખરું ચારિત્ર કહેવામાં આવે છે.
પ્રશ્ન:- શુભભાવરૂપ સમિતિ, ગુપ્તિ, મહાવ્રતાદિને પણ કેટલેક ઠેકાણે ચારિત્ર કહે છે, તેનું શું કારણ ?
Please inform us of any errors on rajesh@AtmaDharma.com