________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
પ૬૬ ]
[ મોક્ષશાસ્ત્ર
ટીકા
૧. સૂત્રમાં કહેલા શબ્દોની વ્યાખ્યા (૧) સામાયિક- સમસ્ત સાવધયોગનો ત્યાગ કરીને શુદ્ધાત્મસ્વરૂપમાં અભેદ
થતાં શુભાશુભ ભાવોનો ત્યાગ થવો તે સામાયિક ચારિત્ર છે. આ
ચારિત્ર છટ્ટાથી નવમાં ગુણસ્થાન સુધી હોય છે. (૨) છેદોપસ્થાપના- કોઈ જીવ સામાયિક ચારિત્રરૂપ થયો હોય અને તેમાંથી
ખસીને સાવધ વ્યાપારરૂપ થઈ જાય, પછી પ્રાયશ્ચિત્તદ્વારા તે સાવધ વ્યાપારથી ઉપજેલા દોષોને છેદીને આત્માને સંયમમાં સ્થિર કરે તે છેદોપસ્થાપના ચારિત્ર છે. વ્રત, સમિતિ, ગુતિ આદિ ભેદરૂપ ચારિત્ર તે પણ છેદોપસ્થાપના ચારિત્ર છે. આ ચારિત્ર છઠ્ઠાથી
નવમાં ગુણસ્થાન સુધી હોય છે. (૩) પરિહારવિશુદ્ધિ- જે જીવ જન્મથી ત્રીસ વર્ષ સુધી સુખી રહીને પછી
દીક્ષા ગ્રહણ કરે અને શ્રી તીર્થંકરભગવાનના પાદમૂળમાં આઠ વર્ષ સુધી પ્રત્યાખ્યાન નામના નવમાં પૂર્વનું અધ્યયન કરે, તેને આ સંયમ હોય છે. જીવોની ઉત્પત્તિ-મરણનાં સ્થાન, કાળની મર્યાદા, જન્મ યોનિના ભેદ દ્રવ્ય-ક્ષેત્રના સ્વભાવ, વિધાન તથા વિધિ-એ બધાનાં જાણનારો હોય અને પ્રમાદરહિત મહાવીર્યવાન હોય, તેમને શુદ્ધતાના બળથી કર્મની પ્રચૂર નિર્જરા થાય છે. અતિ કઠિન આચરણ કરવાવાળા મુનિઓને આ સંયમ હોય છે. જેમને આ સંયમ હોય છે તેમના શરીરથી જીવોની વિરાધના થતી નથી. આ ચારિત્ર ઉપર
કહ્યા તેવા સાધુને છઠ્ઠા અને સાતમાં ગુણસ્થાને હોય છે. (૪) સૂક્ષ્મસાપરાય-જ્યારે અતિ સૂક્ષ્મ લોભ કપાયનો ઉદય હોય ત્યારે જે
ચારિત્ર હોય છે તે સૂક્ષ્મસાપરાય છે. આ ચારિત્ર દસમાં ગુણસ્થાને
હોય છે. (૫) યથાખ્યાત- તમામ મોહનીય કર્મના ક્ષય અથવા ઉપશમથી આત્માના
શુદ્ધસ્વરૂપમાં સ્થિત થવું તે યથાખ્યા ચારિત્ર છે આ ચારિત્ર ૧૧
થી ૧૪ મા ગુણસ્થાન સુધી હોય છે. ૨. સંવર શુદ્ધભાવથી થાય પણ શુભભાવથી ન થાય, માટે આ પાંચ પ્રકારમાં જેટલો શુદ્ધભાવ છે તેટલું ચારિત્ર છે એમ સમજવું.
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com