________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates અ. ૯ સૂત્ર ૧૭-૧૮ ]
| [ પ૬૫ ઉત્તર:- તે કથન વ્યવહારનય અપેક્ષાએ છે, કેમકે તે જીવનો પરવસ્તુ સાથેનો સંબંધ બતાવે છે; તે કથન નિશ્ચય અપેક્ષાએ નથી.
પ્રશ્ન:- વ્યવહારનયની મુખ્યતા સહિત વ્યાખ્યાન હોય તેને “એમ નથી પણ નિમિત્તાદિની અપેક્ષાએ આ ઉપચાર કર્યો છે... એ પ્રમાણે જાણવાનું મોક્ષમાર્ગ-પ્રકાશક પા. ૨૫૬ માં કહ્યું છે, તો ઉપર્યુક્ત સૂત્ર ૧૩ થી ૧૬ના કથનમાં તે કઈ રીતે લાગુ પડે છે?
ઉત્તર:- તે સૂત્રોમાં જીવને જે પરિષહોનું વર્ણન કર્યું છે તે વ્યવહારથી છે, તેનો ખરો અર્થ એવો છે કે-જીવ જીવમય છે, પરિષહમય નથી. એટલે દરજ્જ જીવમાં પરિષહવેદન થાય તેટલે દરજ્જુ સૂત્ર ૧૩ થી ૧૬ માં કહેલ કર્મનો ઉદય નિમિત્તરૂપ કહેવાય, પણ નિમિત્તે જીવને કાંઈ કર્યું નથી.
૫. પ્રશ્ન- સૂત્ર ૧૩ થી ૧૬ સુધીમાં પરિષહો સંબંધમાં જે કર્મનો ઉદય કહ્યો છે તેને અને સૂત્ર ૧૭માં પરિષહોની એકી સાથે જે સંખ્યા કહી તેને આ અધ્યાયના ૮માં સૂત્રમાં કહેલો નિર્જરાનો વ્યવહાર ક્યારે લાગુ પડે ?
ઉત્તર:- જીવ પોતાના પુરુષાર્થ વડે જેટલે અંશે પરિષહવેદન ન કરે તેટલે અંશે તેણે પરિષહજ્ય કર્યો અને તેથી તેટલે અંશે સૂત્ર ૧૩ થી ૧૬ માં કહેલા કર્મોની નિર્જરા કરી એમ આઠમા સૂત્ર અનુસાર કહી શકાય; તેને વ્યવહારકથન કહેવામાં આવે છે કેમ કે પરવસ્તુ (-કર્મ) સાથેના સંબંધનો કેટલો અભાવ થયો, તે તેમાં બતાવવામાં આવ્યું છે.
આ રીતે પરિષહજયનો વિષય પૂરો થયો. ૧૭ના
બીજા સૂત્રમાં કહેલા સંવરના છે કારણોમાં પાંચ કારણોનું વર્ણન અહીં પૂરું થયું; હવે છેલ્લું કારણ ચારિત્ર છે તેનું વર્ણન કરે છે.
ચારિત્રના પાંચ પ્રકાર सामायिकछेदोपस्थापनापरिहारविशुद्धिसूक्ष्मसांपराय
ચારધ્યાતમિતિ વારિત્રના ૧૮ાા અર્થ - [સામાચિવ છેવોપસ્થાપના પરિદારવિશુદ્ધિ] સામાયિક છેદોપસ્થાપના, પરિહારવિશુદ્ધ, [ સૂક્ષ્મસાપરીય થયાત] સૂક્ષ્મસાપરાય અને યથાખ્યાત [ તિવારિત્રમ્] –એ પાંચ ભેદો ચારિત્રના છે.
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com