________________
Version 001: remember to check htîp://www.AtmaDharma.com for updates
૫૬૮ ]
[ મોક્ષશાસ્ત્ર ઉત્તર:- ત્યાં તેને વ્યવહાર ચારિત્ર કહ્યું છે. વ્યવહાર એટલે ઉપચાર; છઠ્ઠા ગુણસ્થાને જે વીતરાગચારિત્ર હોય છે તેની સાથે મહાવ્રતાદિ હોય છે, એવો સંબંધ જાણીને એ ઉપચાર કર્યો છે. એટલે કે તે નિમિત્ત અપેક્ષાએ અર્થાત્ વિકલ્પના ભેદો બતાવવા માટે કહ્યું છે, પણ ખરી રીતે તો નિષ્કષાયભાવ તે જ ચારિત્ર છે, શુભરાગ તે ચારિત્ર નથી.
પ્રશ્ન:- નિશ્ચયમોક્ષમાર્ગ તો નિર્વિકલ્પ છે, તે વખતે સવિકલ્પ ( -સરાગ, વ્યવહા૨) મોક્ષમાર્ગ નથી હોતો, તો પછી તે સવિકલ્પ મોક્ષમાર્ગને સાધક કેમ કહી શકાય?
ઉત્ત૨:- ભુતનૈગમનયની અપેક્ષાએ તે સવિકલ્પપણાને મોક્ષમાર્ગ કહ્યો છે, એટલે કે ભૂતકાળમાં તે વિકલ્પો (રાગમિશ્રિત વિચારો) થયા હતા, તે વર્તમાનમાં નથી, છતાં પણ ‘તે વર્તમાન છે’ એમ ભુતનૈગમનયની અપેક્ષાએ ગણી શકાય છે, તેથી તે નયની અપેક્ષાએ સવિકલ્પ મોક્ષમાર્ગને સાધક કહ્યો છે એમ સમજવું. (જીઓ, પરમાત્મપ્રકાશ પા. ૧૪૨ અ. ૨ ગાથા-૧૪ સંસ્કૃત ટીકા તથા આ ગ્રંથમાં છેલ્લે પરિશિષ્ટ ૧ માં આપેલ ‘મોક્ષમાર્ગનું બે પ્રકારે કથન' –એ વિષય.) ૬. સામાયિકનું સ્વરૂપ
પ્રશ્ન:- મોક્ષના કારણભૂત સામાયિકનું સ્વરૂપ શું છે?
ઉત્ત૨:- જે સામાયિક સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્રસ્વભાવવાળા ૫૨માર્થ જ્ઞાનના
ભવનમાત્ર ( પરિણમનમાત્ર) છે, એકાગ્રતા લક્ષણવાળી છે તે સામાયિક મોક્ષના કારણભૂત છે. (જીઓ, સમયસાર ગાથા ૧૫૪ ૫ા. ૨૦૦) શ્રી નિયમસાર ગાથા ૧૨૫ થી ૧૩૩ માં ખરી સામાયિકનું સ્વરૂપ આપ્યું છે તે આ પ્રમાણે છે–
જે કોઈ મુનિ એકેન્દ્રિયાદિ પ્રાણીઓના સમૂહને દુઃખ દેવાના કારણરૂપ જે સંપૂર્ણ પાપભાવ સહિત વેપાર, તેનાથી અલગ થઈ મન, વચન અને કાયાના શુભ અશુભ સર્વ વ્યાપારોને ત્યાગીને ત્રણ ગુતિરૂપ રહે તથા જિતેન્દ્રિય રહે છે તેવા સંયમીને ખરું સામાયિક વ્રત હોય છે. (ગાથા-૧૨૫ )
જે સર્વ ત્રસ અને સ્થાવર પ્રાણીઓમાં સમતાભાવ રાખે છે, મધ્યસ્થ ભાવમાં આરૂઢ છે, તેને જ ખરી સામાયિક હોય છે (ગાથા-૧૨૬).
સંયમ પાળતાં, નિયમ કરતાં તથા તપ ધરતાં જેને એક આત્મા જ નિકટ વર્તી રહ્યો છે, તેને ખરી સામાયિક હોય છે. (ગા. ૧૨૭).
જેને રાગ-દ્વેષ વિકાર પ્રગટ નથી થતાં તેને ખરી સામાયિક હોય છે (ગાથા
૧૮ ).
Please inform us of any errors on rajesh@AtmaDharma.com