________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates અ. ૯ સૂત્ર ૯ ]
[ પપ૩ (૨૧) અજ્ઞાનઃ- જ્ઞાનાદિકની હીનતા હોય ત્યારે લોકો દ્વારા કરવામાં આવતો
તિરસ્કાર શાંતભાવથી સહન કરી લેવો અને પોતે પણ પોતાના
જ્ઞાનની હીનતાનો ખેદ ન કરવો તે અજ્ઞાનપરિષહજય છે. (રર) અદર્શન - ઘણા વખત સુધી કઠોર તપશ્ચર્યા કરવા છતાં પણ મને
અવધિજ્ઞાન તથા ચારણઋદ્ધિ વગેરેની પ્રાપ્તિ ન થઈ માટે તપશ્ચર્યા વગેરે ધારણ કરવાં વ્યર્થ છેએવો અશ્રદ્ધાનો ભાવ ન થવા દેવો તે
અદર્શન પરિષહજય છે. આ બાવીસ પરિષહોને આકુળતારહિત જીતી લેવાથી સંવર નિર્જરા થાય છે.
૪. આ સૂત્રનો સિદ્ધાંત પરદ્રવ્ય અર્થાત્ જડ કર્મનો ઉદય કે શરીરાદિ નોકર્મનો સંયોગ-વિયોગ જીવને કાંઇ વિક્રિયા ( વિકાર) કરી શકતા નથી, એ સિદ્ધાંત આ સૂત્રમાં પ્રતિપાદન કર્યો છે. તે કઈ રીતે પ્રતિપાદન થાય છે તે કહેવામાં આવે છે
(૧) સુધા અને તૃષા એ નોકર્મરૂપ શરીરની અવસ્થા છે; તે અવસ્થા ગમે તેવી થાય તોપણ જીવને કાંઈ કરી શકે નહિ. જીવ જો શરીરની તે અવસ્થાને શય તરીકે જાણે-તેમાં રાગાદિ ન કરે તો તેને શુદ્ધતા પ્રગટે છે અને જો તે વખતે રાગદ્વષ કરે તો અશુદ્ધતા પ્રગટે છે. જો જીવ શુદ્ધ અવસ્થા પ્રગટ કરે તો પરિષહજય કહેવાય તથા સંવર નિર્જરા થાય અને જો તે અશુદ્ધ અવસ્થા પ્રગટ કરે તો બંધ થાય. શુદ્ધ અવસ્થા સમ્યગ્દષ્ટિ જીવો જ પ્રગટ કરી શકે, મિથ્યાષ્ટિને શુદ્ધ અવસ્થા હોય નહિ, તેથી તેને પરિષહજય પણ હોય નહિ.
(૨) સમ્યગ્દષ્ટિઓને નીચલી અવસ્થામાં ચારિત્ર મિશ્રભાવ હોય છે અર્થાત્ અંશે શુદ્ધતા અને અંશે અશુદ્ધતા હોય છે. જેટલે અંશે શુદ્ધતા થાય છે તેટલે અંશે સંવર-નિર્જરા છે અને તે ખરું ચારિત્ર છે. અને જેટલે અંશે અશુદ્ધતા છે તેટલે અંશે બંધ છે. અસતાવેદનીયનો ઉદય જીવને કાંઇ વિક્રિયા ઉત્પન્ન કરતો નથી. કર્મનો ઉદય કે નોકર્મનો પ્રતિકૂળ સંયોગ જીવને વિક્રિયા કરાવતા નથી.
(જાઓ, સમયસાર ગાથા ૩૭ થી ૩૮૨ પા. ૪૩૫ થી ૪૪૪) (૩) શીત અને ઉષ્ણ એ બન્ને શરીર સાથે સંબંધ રાખનાર બાહ્ય જડ દ્રવ્યોની અવસ્થા છે અને દંશમશક તે શરીરની સાથે સંબંધ રાખનાર જીવ-પુગલના પિંડરૂપ તિર્યંચાદિ જીવોના નિમિત્તે થતી શરીરની અવસ્થા છે; તે સંયોગ કે શરીરની અવસ્થા જીવને દોષનું કારણ નથી પણ શરીર પ્રત્યે પોતાનો મમત્વ ભાવ તે જ દોષનું કારણ
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com