________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates પ૫૪ ]
[ મોક્ષશાસ્ત્ર છે. શરીર વગેરે તો પરદ્રવ્યો છે અને તેઓ જીવને વિક્રિયા ઉપજાવી શકતા નથી એટલે કે તે પરદ્રવ્યો જીવને લાભ કે નુકશાન [–ગુણ કે દોષ ] ઉપજાવી શકતાં નથી. જો તે પરદ્રવ્યો જીવને કાંઈ કરતાં હોય તો જીવ કદી મુક્ત થઈ શકે જ નહિ.
(૪) નાન્ય એટલે નગ્નપણું, તે શરીરની અવસ્થા છે. શરીર તે અનંત જડ પરદ્રવ્યનો સ્કંધ છે. એક રજકણ બીજા રજકણને કાંઈ કરી શકે નહિ, તેમ જ રજકણો જીવને કાંઈ કરી શકે નહિ, છતાં જીવ વિકાર કરે તો તે તેની પોતાની અસાવધાની છે. તે અસાવધાની ન થવા દેવી તે પરિષહજય છે. ચારિત્રમોહનો ઉદય જીવને વિક્રિયા કરાવી શકે નહિ, કેમ કે તે પણ પરદ્રવ્ય છે.
(પ) અરતિ એટલે દ્વેષ; અરતિના નિમિત્તરૂપ ગણાતાં કાર્યો ઉપસ્થિત હોય તો તે જીવને અરતિ ઉપજાવી શકતાં નથી, કેમ કે તે તો નોકર્મરૂપ પરદ્રવ્ય છે. જીવ પોતે વિકારી લાગણી કરે ત્યારે ચારિત્રમોહનીયકર્મનો જે ઉદય હોય છે, તે પણ જડદ્રવ્યોનો સ્કંધ છે, તે જીવને કાંઈ વિક્રિયા કરાવતો નથી.
(૬) આ જ નિયમ સ્ત્રી, નિષદ્યા, આક્રોશ, યાચના અને સત્કાર-પુરસ્કાર એ પાંચ પરિષહોમાં પણ લાગુ પડે છે.
(૭) પ્રજ્ઞાપરિષહ કહ્યો છે, ત્યાં એમ સમજવું કે પ્રજ્ઞા તો જ્ઞાનની દશા છે; તે કાંઈ દોષનું કારણ નથી પણ જીવને જ્ઞાનનો અપૂર્ણ ઉઘાડ હોય ત્યારે જ્ઞાનાવરણીયનો ઉદય પણ હોય છે અને તે વખતે જીવ જો મોહમાં જોડાય તો જીવમાં પોતાના કારણે વિકાર થાય છે; માટે અહીં “પ્રજ્ઞા” નો અર્થ માત્ર “જ્ઞાન” નહિ કરતાં “જ્ઞાનમાં થતો મદ' એમ કરવો. પ્રજ્ઞા શબ્દ તો અહીં ઉપચારથી વાપર્યો છે પણ તેના નિશ્ચય અર્થમાં તે વાપર્યો નથી એમ સમજવું. બીજા પરિષહો સંબંધમાં કહેલી બધી બાબતો પણ અહીં લાગુ પડે છે.
(૮) અજ્ઞાન તે જ્ઞાનની ગેરહાજરી છે, તે જ્ઞાનની ગેરહાજરી કાંઈ બંધનું કારણ નથી, પણ તે ગેરહાજરીને નિમિત્ત બનાવીને જીવ મોહ કરે તો જીવમાં વિકાર થાય છે. અજ્ઞાન તો જ્ઞાનાવરણીય કર્મના ઉદયની હાજરી બતાવે છે. પરદ્રવ્ય બંધનું કારણ નથી પણ પોતાનો દોષ બંધનું કારણ છે. જીવ જેટલો મોહ–રાગ-દ્વેષ કરે તેટલો બંધ થાય છે. સમ્યગદષ્ટિને મિથ્યાત્વમોહ હોતો નથી પણ ચારિત્રની અસ્થિરતાથી રાગ-દ્વેષ હોય છે. જેટલે અંશે તે રાગ-દ્વેષને તોડ તેટલા અંશે પરિષહજય કહેવાય છે.
(૯) અલાભ અને અદર્શન એ બે પરિષહોમાં પણ ઉપર પ્રમાણે સમજવું. ફેર માત્ર એટલો છે કે અદર્શન તે દર્શનમોહના ઉદયની હાજરી બતાવે છે અને અલાભ
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com