________________
Version 001: remember to check htîp://www.AtmaDharma.com for updates
૫૫૨ ]
[ મોક્ષશાસ્ત્ર
નોંધઃ- યાચના કરવી તેનું નામ યાચના પરિષજય નથી પણ યાચના ન કરવી તેનું નામ યાચનાપરિષહજય છે. જેમ અરિત કરવાનું નામ અતિપરિષ નથી, પણ અરિત ન કરવી તે અતિપરિષહજય છે, તેમ યાચનામાં પણ સમજવું. જો યાચના કરવી તે પરિષજય હોય તો, રંક વગેરે ઘણી યાચના કરે છે તેથી તેમને ઘણો ધર્મ થાય માટે તેમ નથી. કોઈ કહે છે કે ‘યાચના કરી તેમાં માન ઘટાડવાથી પરિષહજય કહીએ છીએ.' તે પણ યથાર્થ નથી, કેમ કે કોઈ પ્રકારના તીવ્ર કષાયી કાર્યને અર્થે કોઈ પ્રકારનો કષાય છોડે તોપણ તે પાપી જ છે; જેમ કોઈ લોભ અર્થે પોતાના અપમાનને ન ગણે તો તેને લોભની અતિ તીવ્રતા જ છે, તેથી એ અપમાન કરાવવાથી પણ મહાપાપ થાય છે; તથા પોતાને કાંઈ પણ ઇચ્છા નથી અને કોઈ સ્વયં અપમાન કરે તો તે સહન કરનારને મહા ધર્મ થાય છે. ભોજનના લોભથી યાચના કરીને અપમાન કરાવવું તે તો પાપ જ છે, ધર્મ નથી. વળી વસ્ત્રાદિ માટે યાચના કરવી તે પાપ છે, ધર્મ નથી, (મુનિને તો વસ્ત્ર હોતાં જ નથી ) કેમ કે વસ્ત્રાદિ કાંઇ ધર્મનું અંગ નથી, તે તો શરીરસુખનું કારણ છે, તેથી તેની યાચના કરવી તે યાચનાપરિષહજય નથી પણ યાચનાદોષ છે. માટે યાચનાનો નિષેધ છે એમ જાણવું.
યાચના તો ધર્મરૂપ ઉચ્ચ પદને નીચું કરે છે અને યાચના કરવાથી ધર્મની હીનતા થાય છે.
(૧૫) અલાભઃ- આહારાદિ પ્રાપ્ત ન થવા છતાં સંતોષ ધારણ કરવો તે અલાભ પરિષહજય છે.
(૧૬) રોગઃ- શરીરમાં અનેક રોગ થવા છતાં શાંતભાવથી તે સહન કરી લેવા તે રોગપરિષહજય છે.
(૧૭) તૃણસ્પર્શઃ- ચાલતી વખતે પગમાં તૃણ, કાંટો, કાંકરી વગેરે લાગતાં કે સ્પર્શ થતાં આકુળતા ન કરવી તે તૃણસ્પર્શપરિષહજય છે.
( ૧૮ ) મલઃ- મલિન શરીર દેખીને ગ્લાનિ ન કરવી તે મલપરિષહજય છે. (૧૯) સત્કા૨પુ૨સ્કા૨ઃ- પોતામાં ગુણોની અધિકતા હોવા છતાં પણ જો કોઈ સત્કા૨પુરસ્કાર ન કરે તો ચિત્તમાં કલુષતા ન કરવી તે સત્કા૨પુરસ્કાર પરિષહજય છે.) પ્રશંસા તે સત્કાર છે અને કોઈ સારા કાર્યમાં મુખી બનાવવા તે પુરસ્કાર છે.)
(૨૦) પ્રજ્ઞા:- જ્ઞાનની અધિકતા હોવા છતાં પણ માન ન કરવું તે પ્રજ્ઞા
પરિષહજય છે.
Please inform us of any errors on rajesh@AtmaDharma.com