________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
પર૪ ]
મોક્ષશાસ્ત્ર છે; ભાવસંવરના આધારે નવા કર્મનો વિરોધ થવો તે દ્રવ્યસંવર છે. એ તાત્પર્ય અર્થ છે.” (પંચાસ્તિકાય પા. ૨૦૭)
(સંવરની આ વ્યાખ્યા અનેકાંતદષ્ટિએ છે, તેમાં પહેલાં ત્રણે અર્થો આવી જાય છે.)
(૮) શ્રી અમૃતચંદ્રાચાર્યે પંચાસ્તિકાય, ગાથા ૧૪૪ ની ટીકામાં સંવરની વ્યાખ્યા નીચે પ્રમાણે કરી છે
ગુમાસુમપરિણામનિરોધ: સંવર: શુદ્ધોપયો : એટલે કે શુભાશુભ પરિણામના નિરોધરૂપ સંવર તે શુદ્ધોપયોગ છે. (પા. ૨૦૮)
(સંવરની આ વ્યાખ્યા અનેકાંતદષ્ટિએ છે, તેમાં પહેલા બે અર્થો આવી જાય છે.)
(૯) પ્રશ્ન - આ અધ્યાયના પહેલા સુત્રમાં સંવરની વ્યાખ્યા ‘કાગ્રંવ નિરોધ: સંવર:' એટલી કરી છે, પણ સર્વાગ વ્યાખ્યા કરી નથી, તેનું શું કારણ છે?
ઉત્તર:- આ શાસ્ત્રમાં વસ્તુ સ્વરૂપનું વર્ણન નય અપેક્ષાએ ઘણું જ ટુંકામાં આપવામાં આવ્યું છે. વળી આ શાસ્ત્રનું વર્ણન મુખ્યપણે પર્યાયાર્થિકનયથી હોવાથી ‘બાઝવનિરોધ: સંવર:' “એવી વ્યાખ્યા પર્યાય અપેક્ષાએ કરી છે અને તેમાં દ્રવ્યાર્થિકનયનું કથન ગૌણ છે.
(૧૦) પાંચમા અધ્યાયના ૩ર મા સુત્રની ટીકામાં જૈનશાસ્ત્રોના અર્થ કરવાની પદ્ધતિ જણાવી છે. તે પદ્ધતિ પ્રમાણે આ અધ્યાયના પહેલા સુત્રનો અર્થ કરતાં શ્રી સમયસાર, શ્રી પંચાસ્તિકાય વગેરે શાસ્ત્રોમાં સંવરનો જે અર્થ કર્યો છે તે જ અર્થ અહીં કહ્યો છે એમ સમજવું.
૪ લક્ષમાં રાખવાયોગ્ય કેટલીક બાબતો (૧) પહેલા અધ્યાયના ચોથા સુત્રમાં જે સાત તત્ત્વો કહ્યાં છે તેમાં સંવર અને નિર્જરા એ બે તત્ત્વો મોક્ષમાર્ગરૂપ છે. પહેલા અધ્યાયના પહેલા સુત્રમાં મોક્ષમાર્ગની વ્યાખ્યા “સખ્યાજ્ઞાનવારિત્રાળ મોક્ષમાર્ગી:' એ પ્રમાણે કરી છે, તે વ્યાખ્યા મોક્ષમાર્ગ થતાં આત્માની શુદ્ધ પર્યાય કેવી હોય તે જણાવે છે, અને આ અધ્યાયના પહેલા સુત્રમાં “ીવનિરોધ: સંવર:' એમ કહીને મોક્ષમાર્ગરૂપ શુદ્ધપર્યાય થતાં અશુદ્ધપર્યાય તથા નવા કર્મો અટકે છે તે જણાવ્યું છે.
(૨) એ રીતે એ બંને સુત્રોમાં (અ. ૧ સૂ. ૧ તથા અ. ૯. સુ. ૧ માં ) જણાવેલી મોક્ષમાર્ગની વ્યાખ્યા સાથે લેતાં આ શાસ્ત્રમાં સર્વાગ કથન આવી જાય છે. શ્રી સમયસાર, શ્રી પંચાસ્તિકાય વગેરે શાસ્ત્રોમાં દ્રવ્યાર્થિકનય કથન છે, તેમાં સંવરની જે વ્યાખ્યા આપી છે તે જ વ્યાખ્યા પર્યાયાર્થિકનયે કથન કરનાર આ શાસ્ત્રમાં જુદા શબ્દોથી આપી છે.
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com