________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates અ. ૯ ભૂમિકા ]
[ પર૩ આત્માને ધ્યાવતો, દર્શનશાનમય અને અનન્યમય થયો થકો અલ્પકાળમાં જ કર્મથી રહિત આત્માને પામે છે.”
આ વ્યાખ્યામાં સંપૂર્ણ કથન હોવાથી આ કથન અનેકાન્તદષ્ટિએ છે; માટે કોઈ શાસ્ત્રમાં નયદષ્ટિએ વ્યાખ્યા કરી હોય, કે કોઈ શાસ્ત્રમાં અનેકાંતદષ્ટિએ સર્વાગ વ્યાખ્યા કરી હોય તો ત્યાં વિરોધ ન સમજતાં બન્નેમાં સમાન પ્રકારે વ્યાખ્યા કરી છે-એમ સમજવું.
(૫) શ્રી સમયસાર કળશ ૧૨૫ માં સંવરનું સ્વરૂપ નીચે પ્રમાણે કહ્યું છે
૧. આસ્રવનો તિરસ્કાર કરવાથી જેણે સદા વિજય મેળવ્યો છે એવા સંવરને ઉત્પન્ન કરતી જયોતિ....
૨. પરરૂપથી જુદી પોતાના સમ્યક સ્વરૂપમાં નિશ્ચલપણે પ્રકાશતી, ચિન્મય, ઉજ્વળ અને નિજરસના ભારવાળી જ્યોતિનું પ્રગટવું,
(આ વર્ણનમાં આત્માની શુદ્ધ પર્યાય અને આસ્રવનો નિરોધ એ રીતે આત્માના બન્ને પડખાં આવી જાય છે.)
(૬) શ્રી પરષાર્થસિદ્ધિ-ઉપાય. ગાથા ૨૦૫ માં બાર અનુપ્રેક્ષાના નામ કહ્યાં છે તેમાં એક સંવર અનુપ્રેક્ષા છે, ત્યાં પંડિત ઉગ્રસેન કૃત ટીકા પા.૨૧૮ માં “સંવર” નો અર્થ નીચે પ્રમાણે કર્યો છે –
જિન પુણ્ય પાપ નહીં કીના, આતમ અનુભવ ચિત દીના;
તિન હિ વિધિ આવત રોકે, સંવર લહિ સુખ અવલોકે.'
અર્થ- જે જીવોએ પોતાના ભાવને પુણ્ય-પાપરૂપ કર્યા નથી અને આત્મઅનુભવમાં પોતાના જ્ઞાનને જોયું છે તેઓએ કર્મોને આવતાં રોક્યાં છે અને સંવરની પ્રાપ્તિરૂપ સુખને તેઓ અવલોકે છે.
(આ વ્યાખ્યામાં ઉપર કહેલ ત્રણે પડખાં આવી જાય છે તેથી તે અનેકાંત અપેક્ષાએ સર્વાગ વ્યાખ્યા છે.).
(૭) શ્રી જયસેનાચાર્ય પંચાસ્તિકાય ગાથા ૧૪૨ ની ટીકામાં સંવરની વ્યાખ્યા નીચે પ્રમાણે કરી છે –
'अत्र शुभाशुभसंवर समर्थः शुद्धोपयोगो भावसंवरः,
भावसंवराधारेण नवतरकर्मनिरोधो द्रव्यसंवर ईति तात्पर्यार्थः।। અર્થ:- અહીં શુભાશુભભાવને રોકવાને સમર્થ જે શુદ્ધોપયોગ તે ભાવસંવર:
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com