________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates અ. ૯ ભૂમિકા ]
[ પ૨૫ (૩) શુદ્ધોપયોગનો અર્થ સમયગ્દર્શન-જ્ઞાન-ચારિત્ર થાય છે.
(૪) આ શાસ્ત્રમાં આચાર્યદવે નિર્જરાની વ્યાખ્યા આપી નથી, પણ સંવર થતાં જે અશુદ્ધિ ટળી અને શુદ્ધિ વધી તે જ નિર્જરા છે તેથી “શુદ્ધોપયોગ” કે સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્ર” કહેતાં તેમાં જ નિર્જરા આવી જાય છે.
(૫) સંવર તથા નિર્જરા એ બંને એક જ સમયે હોય છે, કેમ કે જે સમયે શુદ્ધપર્યાય (–શુદ્ધોપયોગ) પ્રગટે તે જ સમયે નવો અશુદ્ધપર્યાય (શુભાશુભોપયોગ) અટકે તે સંવર છે અને તે જ સમયે જુની અશુદ્ધિ ટળે અને શુદ્ધતા વધે તે નિર્જરા છે.
(૬) આ અધ્યાયના પહેલા સુત્રમાં સંવરની વ્યાખ્યા કર્યા પછી બીજા સુત્રમાં તેના છ ભેદ કહ્યા છે. તે ભેદોમાં સમિતિ, ઘર્મ, અનુપ્રેક્ષા, પરિષહજય અને ચારિત્ર એ પાંચ ભેદો ભાવવાચક (-અસ્તિસુચક) છે, અને છઠ્ઠો ભેદ ગુપ્તિ છે તે અભાવવાચક (નાસ્તિસૂચક) છે. પહેલા સુત્રમાં સંવરની વ્યાખ્યા નય અપેક્ષાએ નિરોધવાચક કરી છે, તેથી તે વ્યાખ્યા “સંવર થતાં કેવો ભાવ થયો” તે ગૌણપણે સૂચવે છે અને “કેવો ભાવ અટક્યો “તે મુખ્યપણે સૂચવે છે.
(૭) “માઝવનિરોધ: સંવર:' એ સુત્રમાં “નિરોધ “શબ્દ જો કે અભાવવાચક છે તોપણ તે શુન્યવાચક નથી; અન્ય પ્રકારના સ્વભાવપણાનું તેમાં સામર્થ્ય હોવાથી જો કે આસ્રવનો નિરોધ થાય છે તોપણ, આત્મા સંવત સ્વભાવપણે થાય છે, તે એક પ્રકારનો આત્માનો શુદ્ધપર્યાય છે, સંવરથી આસ્રવનો નિરોધ થતો હોવાથી અને બંધનું કારણ આસ્રવ હોવાથી સંવર થતાં બંધનો પણ નિરોધ થાય છે. (જુઓ, શ્લોકવાર્તિકસંસ્કૃત ટીકા, આ સુત્ર નીચેની કારિકા ૨. પા. ૪૮૬)
(૮) શ્રી સમયસારજીની ૧૮૬ મી ગાથામાં કહ્યું છે કે “શુદ્ધ આત્માને જાણતો- અનુભવતો જીવ શુદ્ધ આત્માને જ પામે છે અને અશુદ્ધ આત્માને જાણતોઅનુભવતો જીવ અશુદ્ધ આત્માને જ પામે છે.'
આમાં શુદ્ધ આત્માને પામવો તે સંવર છે અને અશુદ્ધ આત્માને પામવો તે આસવ-બંધ છે.
(૯) સમયસાર નાટકની ઉત્થાનિકામાં ૨૩ મે પાને સંવરની વ્યાખ્યા નીચે મુજબ કરી છે –
જો ઉપયોગ સ્વરૂપ ધરિ, વરતે જોગ વિત્તિ,
રોકે આવત કરમક, સો હૈ સંવર તત્ત / ૩૧ અર્થ:- આત્માનો જે ભાવ જ્ઞાનદર્શન ઉપયોગને પામીને યોગોની ક્રિયાથી વિરક્તથાય છે અને નવા કર્મના આસ્રવને રોકે છે તે સંવરતત્ત્વ છે.
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com