________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates અ. ૮ સૂત્ર ૨૬ ]
[ ૫૧૭ ૬૮. તીર્થકર૮. ભેદ વિવક્ષાએ આ ૬૮ પુણ્યપ્રકૃતિ છે અને અભેદ વિવક્ષાથી ૪૨. પુણ્યપ્રકૃતિ છે, કેમકે વર્ણાદિકના ૧૬. ભેદ, શરીરમાં અંતર્ગત ૫ બંધન અને ૫ સંઘાત એમ કુલ ર૬ પ્રકૃતિઓ ઘટાડવાથી ૪૨ પ્રકૃતિ રહે છે.
૨. પૂર્વે ૧૧ મા સૂત્રમાં નામકર્મની ૪૨ પ્રકૃતિ જણાવી છે તેમાં ગતિ, જાતિ, શરીરાદિના પટાભેદો જણાવ્યા નથી, પરંતુ પુણ્યપ્રકૃતિ અને પાપપ્રકૃતિ એવા ભેદ પાડતાં તેમના પેટા ભેદ આવ્યા વગર રહેતા નથી. આ ૨૫ા
પાપપ્રકૃતિઓ
મતોડખ્યત્પાપમ્પા રદ્દાઓ અર્થ- [ ગત: અન્યત્] તે પુણ્યપ્રકૃતિઓથી અન્ય અર્થાત અસતાવેદનીય, અશુભઆયુ, અશુભ નામ અને અશુભ ગોત્ર [પાપમ્ ] એ પાપપ્રકૃતિઓ છે.
ટીકા
૧. પાપપ્રકૃતિઓ નીચે પ્રમાણે છે
૧-૪૭ ઘાતિકર્મોની સર્વ પ્રકૃતિઓ, ૪૮. નીચ ગોત્ર, ૪૯. અસાતાવેદનીય, ૫૦. નરકગતિ, ૫૧. નરકગત્યાનુપૂર્વી, પર. તિર્યંચગતિ, પ૩. તિર્યંચગત્યાનુપૂર્વી, ૫૪-૫૭. એકેન્દ્રિયથી ચતુરિન્દ્રિય એ ચાર જાતિ, ૫૯-૬૩ પાંચ સંસ્થાન, ૬૪-૬૮. પાંચ સહુનન, ૬૯-૮૮. વર્ણાદિક વીસ પ્રકાર, ૮૯. ઉપઘાત, ૯૦. અપ્રશસ્ત વિહાયોગતિ, ૯૧. સ્થાવર, ૯૨. સૂક્ષ્મ, ૯૩. અપર્યાતિ, ૯૪. સાધારણ, ૯૫. અસ્થિર, ૯૬. અશુભ, ૯૭. દુર્ભગ, ૯૮. દુ:સ્વર ૯૯. અનાદેય અને ૧OO. અયશકીર્તિ. ભેદ વિવક્ષાએ આ ૧OO પાપપ્રકૃતિઓ છે; અને અભેદવિવક્ષાએ ૮૪ છે, કેમ કે વર્ણાદિકના ૧૬ પેટા ભેદ ઘટાડવાથી ૮૪ રહે છે. આમાંથી પણ સમ્યમિથ્યાત્વપ્રકૃતિ તથા સમ્યકત્વમોહનીયપ્રકૃતિ એ બે પ્રકૃતિઓનો બંધ થતો નહિ હોવાથી તે બે બાદ કરતાં ભેદવિવક્ષાઓ ૯૮ અને અભેદવિવક્ષાઓ ૮૨ પાપ પ્રકૃતિઓનો બંધ થાય છે; પરંતુ તે બે પ્રકૃતિઓની સત્તા તથા ઉદય હોય છે તેથી સત્તા અને ઉદય તો ભેદવિવલાએ ૧OO તથા અભેદવિવક્ષાએ ૮૪ પ્રકૃતિઓના થાય છે.
૨. વર્ણાદિક ચાર અથવા તો તેના ભેદ ગણવામાં આવે તો વીસ પ્રકૃતિઓ છે તેઓ પુણ્યરૂપ પણ છે અને પાપરૂપ પણ છે તેથી તે પુણ્ય અને પાપ બન્નેમાં ગણાય છે.
૩. આ સૂત્રમાં આવેલા શબ્દોના અર્થ શ્રી જૈનસિદ્ધાંતપ્રવેશિકામાંથી જોઈ લેવા. || ૨૬
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com