________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૫૧૬ ]
મોક્ષશાસ્ત્ર (૨) ત્રિકાળવર્તી સમસ્ત ભવોમાં (જન્મોમાં) મન-વચન-કાયાના યોગના નિમિત્તે તે કર્મો આવે છે.
(૩) તે કર્મો સૂક્ષ્મ છે- ઇન્દ્રિયગોચર નથી.
(૪) આત્માના સર્વ પ્રદેશોની સાથે દૂધ-પાણીની જેમ એક ક્ષેત્રમાં તે કર્મો વ્યાપ્ત છે.
(૫) આત્માના સર્વ પ્રદેશોએ અનંતાનંત પુદ્ગલો સ્થિત થાય છે.
(૬) એક આત્માના અસંખ્ય પ્રદેશ છે, તે દરેક પ્રદેશે સંસારી જીવને અનંતાનંત પુગલસ્કંધો વિદ્યમાન છે.
પ્રદેશબંધનું વર્ણન અહીં પુરું થયું. ૨૪
આ રીતે ચાર પ્રકારના બંધનું વર્ણન કર્યું. હવે કર્મપ્રકૃતિઓમાંથી પુણ્યપ્રકૃતિ કેટલી છે તથા પાપપ્રકૃતિ કેટલી છે તે જણાવીને આ અધ્યાય પૂરો કરે છે.
પુણ્ય પ્રવૃતિઓ सद्वेधशुभायुर्नामगोत्राणि पुण्यम्।।२५।। અર્થ:- [ સત્ વેધ ગુમાયુ નામ ગોત્રાળ] સાતવેદનીય, શુભ આયુ, શુભ નામ અને શુભ ગોત્ર [પુખ્યમ્ ] એ પુણ્યપ્રકૃતિઓ છે.
ટીકા ૧. ઘાતિકર્મોની ૪૭ પ્રકૃતિઓ છે; તે બધી પાપરૂપ છે; અઘાતિકર્મોની ૧૦૧ પ્રકૃતિઓ છે; તેમાં પુણ્ય અને પાપ બન્ને પ્રકાર છે, તેમાંથી ૬૮ પ્રકૃતિઓ પુણ્યરૂપ છે, તે નીચે પ્રમાણે
૧. સાતવેદનીય, ૨. તિર્યંચાયુ, ૩. મનુષ્યાયું, ૪. દેવાયુ, ૫. ઉચ્ચ ગોત્ર, ૬. મનુષ્યગતિ, ૭. મનુષ્યગત્યાનુપૂર્વી, ૮. દેવગતિ, ૯. દેવગત્યાનુપૂર્વી, ૧૦. પંચેન્દ્રિય જાતિ, ૧૧-૧૫. પાંચ પ્રકારના શરીર, ૧૬-૨૦. શરીરનાં પાંચ પ્રકારના બંધન, ૨૧૨૫. પાંચ પ્રકારના સંઘાત, ર૬-૨૮. ત્રણ પ્રકાર અંગોપાંગ, ૨૯-૪૮. સ્પર્શ, વર્ણાદિકની વીસ પ્રકૃતિ, ૪૯, સમચતુરગ્નસંસ્થાન, ૫૦. વર્ષભનારાચસંહનન, પ૧. અગુલધુ, પર. પરઘાત, પ૩. ઉચ્છવાસ, ૫૪. આતપ, પ૫. ઉદ્યોત, પ૬. પ્રશસ્ત વિહાયોગતિ, પ૭. ત્રસ, ૫૮. બાદર, ૫૯. પર્યાતિ, ૬૦. પ્રત્યેક શરીર, ૬૧. સ્થિર, ૬૨. શુભ, ૬૩. સુભગ, ૬૪. સુસ્વર, ૬૫. આદેય, ૬૬. યશ-કીર્તિ, ૬૭. નિર્માણ, અને
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com