________________
Version 001: remember to check htîp://www.AtmaDharma.com for updates અ. ૮ સૂત્ર ૨૪ ]
[ ૫૧૫
(૨) અવિપાક નિર્જરા- ઉદયકાળ પ્રાપ્ત થયા પહેલાં જે કર્મો આત્માના પુરુષાર્થના કારણે આત્માથી જુદાં થઈ ગયાં તે અવિપાક નિર્જરા છે. તેને સકામનિર્જરા પણ કહેવાય છે.
૨. નિર્જરાના બે ભેદ બીજી રીતે પણ પડે છે તેનું વર્ણન
(૧) અકામનિર્જરા- તેમાં બાહ્ય નિમિત્ત તો ઇચ્છા રહિત ભૂખ-તૃષા સહન કરવી એ છે અને ત્યાં જો મંદ કષાયરૂપ ભાવ હોય તો પાપની નિર્જરા થાય અને દેવાદિ પુણ્યનો બંધ થાય- તેને અકામનિર્જરા કહે છે.
જે અકામનિર્જરાથી જીવની ગતિ કંઈક ઊંચી થાય છે તે પ્રતિકૂળ સંયોગો વખતે જીવ મંદકષાય કરે છે તેથી થાય છે, પણ કર્મો જીવને ઊંચી ગતિમાં લઈ જતાં નથી.
(૨) સકામનિર્જરા-તેની વ્યાખ્યા ઉપર આવી ગઈ છે.
૩. આ સૂત્રમાં 7 શબ્દ છે તે નવમા અધ્યાયના ત્રીજા સૂત્ર [તપસા નિર્બરા ચ]
સાથે સંબંધ ધરાવે છે.
અનુભાગબંધનું વર્ણન અહીં પુરું થયું. ।। ૨૩।।
હવે પ્રદેશબંધનું વર્ણન કરે છે
પ્રદેશબંધનું સ્વરૂપ
नामप्रत्ययाः सर्वतो योगविशेषात्सूक्ष्मैकक्षेत्रावगाहस्थिताः सर्वात्मप्रदेशेष्वनंतानंतप्रदेशाः ।। २४ ।।
અર્થ:- [ નામ પ્રત્યયા: ] જ્ઞાનાવરણાદિ કર્મપ્રકૃતિઓનું કારણ, [સર્વતો] સર્વ તરફથી અર્થાત્ સમસ્ત ભવોમાં, [યોગવિશેષાત્] યોગ વિશેષથી, [ સૂક્ષ્મ yક્ષેત્રાવાહસ્થિતા: ] સૂક્ષ્મ, એકક્ષેત્રાવગાહરૂપ સ્થિત [ સર્વાત્મપ્રવેશેવું] અને સર્વ આત્મપ્રદેશોએ [અનંતાનંતપ્રવેશા: ] જે કર્મપુદ્દગલના અનંતાનંત પ્રદેશો (પરમાણુઓ )
છે તે પ્રદેશબંધ છે.
નીચેની છ બાબતો આ સૂત્રમાં જણાવી છે
(૧) સર્વ કર્મના જ્ઞાનાવરણાદિ મૂળપ્રકૃતિરૂપ, ઉત્તરપ્રકૃતિરૂપ અને ઉત્તરોત્ત૨પ્રકૃતિરૂપ થવાનું કારણ કાર્યણવર્ગણા છે.
Please inform us of any errors on rajesh@AtmaDharma.com