________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates પ૧૮ ]
| [ મોક્ષશાસ્ત્ર ઉપસંહાર ૧. આ અધ્યાયમાં બંધતત્ત્વનું વર્ણન છે; પહેલા સૂત્રમાં મિથ્યાત્વાદિ પાંચ વિકારી પરિણામોને બંધના કારણ તરીકે જણાવ્યાં છે, તેમાં પહેલું મિથ્યાદર્શન જણાવ્યું છે કેમ કે તે પાંચ કારણોમાં સંસારનું મૂળ મિથ્યાદર્શન છે. તે પાંચ પ્રકારના જીવના વિકારી પરિણામોનું નિમિત્ત પામીને આત્માના એકેક પ્રદેશે અનંતાનંત કાર્મણવર્ગણારૂપ પુગલ પરમાણુઓ એકક્ષેત્રાવગાહરૂપે બંધાય છે, તે દ્રવ્યબંધ છે.
૨. બંધના ચાર પ્રકાર વર્ણવ્યા છે. કર્મબંધ જીવ સાથે કેટલા વખત સુધી રહીને પછી તેનો વિયોગ થાય એ પણ આમાં જણાવ્યું છે. પ્રકૃતિબંધમાં મુખ્ય આઠ ભેદ પડે છે, તેમાંથી એક મોહનીયપ્રકૃતિ જ નવા કર્મબંધમાં નિમિત્ત થાય છે.
૩. વર્તમાનગોચર જે કોઈ દર્શનો છે તેમાં કોઈ પણ સ્થળે આવી સ્પષ્ટ અને વૈજ્ઞાનિક પદ્ધતિએ જીવના વિકારી ભાવોનું તથા તેના નિમિત્તે થતા પુદ્ગલબંધના પ્રકારોનું સ્વરૂપ જૈનદર્શન સિવાયના બીજા કોઈ દર્શનમાં કહેવામાં આવ્યું નથી. અને તે પ્રકારનું કથન સર્વજ્ઞ –વીતરાગતા વગર આવી શકે જ નહિ. માટે જૈનદર્શનનું બીજા કોઈ પણ દર્શનની સાથે સમાનપણું માનવું તે વિનયમિથ્યાત્વ છે.
૪. મિથ્યાત્વ સબંધમાં પહેલા સૂત્રમાં જે વિવેચન કરવામાં આવ્યું છે તે બરાબર સમજવું.
૫. બંધત્ત્વ સંબંધી ખાસ ખ્યાલમાં રાખવા યોગ્ય સિદ્ધાંત એ છે કે શુભ તેમ જ અશુભ બન્ને ભાવો બંધનું જ કારણ છે તેથી તેમનામાં તફાવત નથી અર્થાત્ બને બૂરાં છે. જે અશુભભાવ વડે નરકાદિરૂપ પાપબંધ થાય તેને તો જીવ બૂરાં જાણે છે, પણ જે શુભભાવો વડે દેવાધિરૂપ પુણ્યબંધ થાય તેને તે ભલા જાણે છે, એ રીતે દુ:ખ સામગ્રીમાં (–પાપબંધના ફળમાં) દ્વેષ અને સુખસામગ્રીમાં (-પુણ્યબંધના ફળમાં) રાગ થયો: માટે જે પુણ્ય સારું અને પાપ ખરાબ એમ માનીએ તો રાગદ્વષ કરવા યોગ્ય છે એવી શ્રદ્ધા થઈ; અને જેમ આ પર્યાય સંબંધી રાગ-દ્વેષ કરવાની શ્રદ્ધા થઈ તેમ ભાવી પર્યાય સંબંધી પણ સુખ-દુઃખ સામગ્રીમાં રાગ-દ્વેષ કરવા યોગ્ય છે એવી શ્રદ્ધા થઈ. અશુદ્ધ (શુભ-અશુભ ) ભાવો વડે જે કર્મબંધ થાય તેમાં અમુક ભલો અને અમુક બૂરો એવા ભેદ માનવા તે જ મિથ્યાશ્રદ્ધા છે; એવી શ્રદ્ધાથી બંધતત્ત્વનું સત્ય શ્રદ્ધાન થતું નથી. શુભ કે અશુભ બને બંધભાવ છે, તે બન્નેથી ઘાતિકર્મોનો બંધ તો નિરંતર થાય છે; સર્વે ઘાતિકર્મો પાપરૂપ જ છે અને તે જ આત્મગુણના ઘાતમાં નિમિત્ત છે. તો પછી શુભભાવથી જે બંધ થાય તેને સારો કેમ કહેવાય ?
૬. જીવના એક સમયના વિકારી ભાવમાં સાત કર્મના બંધમાં અને કોઈ વખતે
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com