________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
અ. ૮ સૂત્ર ૭-૮ ]
[ ૫૦૭ ઉત્તર:- દ્રવ્યાર્થિકનયે અભવ્યજીવને પણ તે બન્ને જ્ઞાનની શક્તિ વિદ્યમાન છે માટે તે અપેક્ષાએ તેને પણ મન:પર્યય અને કેવળજ્ઞાન બને છે; અને પર્યાયાર્થિકનયે અભવ્યને તે બે જ્ઞાન નથી કેમકે તેને કોઈ કાળે પણ તેની વ્યક્તિ નહિ થાય; શક્તિમાત્ર છે પણ પ્રગટરૂપે સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્ર અભવ્યને થતાં નથી. માટે શક્તિમાંથી વ્યક્તિ નહિ થવાના નિમિત્ત તરીકે આવરણ હોવું જ જોઈએ; તેથી અભવ્ય જીવને પણ તે બે આવરણો છે. || ૬ાા
દર્શનાવરણકર્મના નવ ભેદ चक्षुरचक्षुरवधिकेवलानां निद्रानिद्रानिद्राप्रचलाप्रचलाप्रचला
स्त्यानगृद्धयश्च ।।७।। અર્થ:- [વધુ: નવા અવધિ વતાનાં] ચક્ષુદર્શનાવરણ, અચક્ષુદર્શનાવરણ, અવધિદર્શનાવરણ, કેવળદર્શનાવરણ, [ નિદ્રા નિદ્રાનિદ્રા ] નિદ્રા, નિદ્રાનિદ્રા, [પ્રવના. પ્રવર્તાપ્રવેના] પ્રચલા, પ્રચલપ્રચલા, [સ્યાનમૃદ્ધય: ૨] અને સ્યાનગૃદ્ધિ એ નવ ભેદ દર્શનાવરણકર્મના છે.
ટીકા ૧. છદ્મસ્થ જીવોને દર્શન અને જ્ઞાન ક્રમથી હોય છે અર્થાત્ પહેલાં દર્શન અને પછી જ્ઞાન હોય છે; પરંતુ કેવળી ભગવાનને દર્શન અને જ્ઞાન બન્ને એક સાથે હોય છે કેમ કે દર્શન અને જ્ઞાન બન્નેના બાધક કર્મોનો ક્ષય એક સાથે થાય છે.
૨. મન:પર્યયદર્શન હોતું નથી, કેમકે મન:પર્યયજ્ઞાન મતિજ્ઞાનપૂર્વક જ થાય છે; તેથી મન:પર્યયદર્શનાવરણકર્મ નથી.
૩. આ સૂત્રમાં આવેલ શબ્દોના અર્થ શ્રી જૈનસિદ્ધાંત પ્રવેશિકામાંથી જોઈ લેવા. | ૭
વેદનીયકર્મના બે ભેદ
સસકે તો ૮ અર્થ:- [ સત્ કસવે] સાતાવેદનીય અને અસતાવેદનીય-એ બે ભેદ વેદનીયકર્મના છે.
ટીકા
સાતાવેદનીય અને અસતાવેદનીય; તે બે જ વેદનીય કર્મની પ્રકૃતિઓ છે.
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com