________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૫૦૮ ]
[ મોક્ષશાસ્ત્ર સાતા તે નામ સુખનું છે. તે સુખનું જે વેદન અર્થાત્ ભોગવટો કરાવે તે સાતવેદનીય કર્મ છે. અસાતા નામ દુઃખનું છે; તેનું જે વેદન અર્થાત્ ભોગવટો કરાવે તે અસતાવેદનીય કર્મ છે.
શંકા- જો સુખ અને દુઃખ કર્મોથી થાય છે તો કર્મોનું વિનષ્ટ થઈ જવા પછી જીવ સુખ અને દુઃખથી રહિત થઈ જવો જોઈએ? કેમકે તેને સુખ અને દુઃખના કારણભૂત કર્મોનો અભાવ થઈ ગયો છે. જો એમ કહેવામાં આવે કે કર્મો નષ્ટ થઈ જતાં જીવ સુખ અને દુઃખ રહિત જ થઈ જાય છે, તો એમ કહી શકાતું નથી. કારણ કે જીવ દ્રવ્યને, નિઃસ્વભાવ થઈ જવાથી, અભાવનો પ્રસંગ પ્રાપ્ત થાય છે; અથવા જો દુઃખને જ કર્યજનિત માનવામાં આવે તો સાતાવેદનીય કર્મનો અભાવ પ્રાપ્ત થશે, કેમકે પછી તેનું કોઈ ફળ રહેતું નથી?
સમાધાનઃ- દુઃખ નામની જે કોઈ પણ વસ્તુ છે તે અસતાવેદનીય કર્મના ઉદયથી થાય છે, કારણ કે તે જીવનું સ્વરૂપ નથી. જો જીવનું સ્વરૂપ માનવામાં આવે તો ક્ષીણકર્મા અર્થાત્ કર્મ રહિત જીવોને પણ દુ:ખ હોવું જોઈએ, કેમ કે જ્ઞાન અને દર્શનની સમાન, કર્મનો વિનાશ થવા છતાં, દુઃખનો વિનાશ નહિ થાય. પણ સુખ કર્મથી ઉત્પન્ન નથી થતું, કેમકે તે જીવનો સ્વભાવ છે, અને તેથી તે કર્મનું ફળ નથી. સુખને જીવનો સ્વભાવ માનતાં સાતવેદનીય કર્મનો અભાવ પણ થતો નથી, કેમકે દુ:ખ-ઉપશમનના કારણભૂત *સુદ્રવ્યોના સંપાદનમાં સાતવેદનીય કર્મનો વ્યાપાર થાય છે.
* ધન, સ્ત્રી, પુત્ર વગેરે બાહ્ય પદાર્થોના સંયોગ-વિયોગમાં પૂર્વકર્મનો ઉદય (નિમિત્ત) કારણ છે. તેના આધારો:
સમયસાર-ગાથા ૮૪ ની ટીકા. પ્રવચનસાર-ગાથા ૧૪ ની ટીકા. પંચાસ્તિકાય-ગાથા ૨૭ ની ટીકા. પરમાત્મપ્રકાશક-અ. ૨. ગાથા ૫૭, ૬૦. નિયમસાર-ગાથા ૧૫૭ ની ટીકા. પંચાધ્યાય અ. ૧. ગાથા ૧૮૧. પંચાધ્યાયી-અ. ૨. ગાથા ૫૦, ૪૪૦ ૪૪૧. રયણસાર-ગાથા ૨૯. સ્વામી કાર્તિકેયાનુપ્રેક્ષા-ગાથા ૧૦, ૧૯, પ૬, ૫૭, ૩૧૯, ૩૨૦, ૪૨૭. પદ્મનંદી પંચવિંશતિ-પૃષ્ઠ ૧૦૧, ૧૦૩, ૧૦૪, ૧૦૬, ૧૦૯, ૧૧૦, ૧૧૯, ૧૨૮, ૧૩૧, ૧૩૮, ૧૪૦, ૧૫૫. મોક્ષમાર્ગપ્રકાશક-પૃષ્ઠ ૮, ૪૫, ૬૧, ૬૨, ૬૪, ૬૮, ૭૦, ૭૧, ૭૨, ૭૩. વગેરે અને સ્થળે. ગોમ્મદસાર-કર્મકાંડ-પૃષ્ઠ ૯૦૩, શ્લોકવાર્તિક-અ. ૮-સૂત્ર ૧૧ ની ટીકાઃ અ. ૯. સૂત્ર-૧૬ રાજવાર્તિક-અ. ૮-સૂત્ર ૧૧ ની ટીકા; એ. ૯ સૂત્ર ૧૬.
શ્રીમદ્ રાયચંદ્ર (ગુજરાતી બીજી આવૃત્તિ) પૃષ્ઠ ૨૩૫, ૪૪૩. તથા મોક્ષમાળા-પાઠ ૩. સત્તાસ્વરૂપ –પૃષ્ઠ ૨૬. અણગાર ધર્મામૃત-પૃષ્ઠ ૬૦, ૭૬.
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com