________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૪૩૪ ]
[ મોક્ષશાસ્ત્ર (૬) અંતકૃત કેવળી- જે અરિહંતો કેવળજ્ઞાન પ્રગટ થતાં લઘુ અંતર્મુહૂર્તકાળમાં જ નિર્વાણ પામે છે તેમને અંતકૃત કેવળી કહેવાય છે.
(૭) ઉપસર્ગ કેવળી- જેઓને ઉપસર્ગ અવસ્થામાં જ કેવળજ્ઞાન થયું હોય તે અરિહંતોને ઉપસર્ગ કેવળી કહેવાય છે (જુઓ, સત્તાસ્વરૂપ ગુજરાતી પા. ૩૮-૩૯). કેવળજ્ઞાન થયા પછી ઉપસર્ગ હોઈ શકે જ નહિ.
અરિહંતોના આ ભેદો પુણ્ય અને સંયોગની અપેક્ષાએ સમજવા; કેવળજ્ઞાનાદિ ગુણોમાં તો બધાય અરિહંતો સમાન જ છે.
૫. આ સૂત્રનો સિદ્ધાંત (૧) જે ભાવે તીર્થંકરનામકર્મ બંધાય તે ભાવને અથવા તે પ્રકૃતિને જે જીવ ધર્મ માને અગર તો તેને ઉપાદેય માને તે મિથ્યાષ્ટિ છે, કેમ કે તે રાગને-વિકારને ધર્મ માને છે. જે શુભભાવે તીર્થંકર નામકર્મનો આસવ-બંધ થાય તે ભાવને કે તે પ્રકૃતિને સમ્યગ્દષ્ટિઓ ઉપાદેય માનતા નથી. સમ્યગ્દષ્ટિને જે ભાવે તીર્થંકર પ્રકૃતિ બંધાય છે તે પુણ્યભાવ છે, તેને તેઓ આદરણીય માનતા નથી (જુઓ, પરમાત્મપ્રકાશ અધ્યાય ૨, ગાથા ૫૪ની ટીકા, પાનું ૧૯૫).
(૨) જેને આત્માના સ્વરૂપનું ભાન નથી તેને શુદ્ધભાવરૂપ ભક્તિ અર્થાત ભાવભક્તિ તો હોતી જ નથી પણ આ સૂત્રમાં કહેલી સત્ પ્રત્યેના શુભરાગવાળી વ્યવહારભક્તિ અર્થાત્ દ્રવ્યભક્તિ પણ ખરેખર હોતી નથી. લૌકિક ભક્તિ ભલે હોય (જુઓ, પરમાત્મપ્રકાશ, અધ્યાય ૨, ગાથા ૧૪૩ ની ટીકા, પા. ૨૦૩, ૨૮૮).
(૩) સમ્યગ્દષ્ટિ સિવાયના જીવોને તીર્થંકરપ્રકૃતિ હોય જ નહિ. સમ્યગ્દર્શન વગર કોઈ પ્રકારનો ધર્મ હોતો નથી. આથી સમ્યગ્દર્શનનું પરમ માહાભ્ય ઓળખીને જીવોએ તે પ્રાપ્ત કરવા માટે મથવું જોઈએ. સમ્યગ્દર્શન સિવાય ધર્મની શરૂઆત બીજી કોઈ નથી એટલે કે સમ્યગ્દર્શન તે જ ધર્મની શરૂઆત છે અને સિદ્ધદશા તે ધર્મની પૂર્ણતા છે. ર૪ હવે ગોત્રકર્મના આસ્રવનાં કારણો કહે છે
નીચ ગોત્રકર્મના આસવનાં કારણો परात्मनिंदाप्रशंसे सदसद्गुणोच्छादनोभावने च
નીર્વાચો ૨૬ અર્થ:- [પર નિવા માત્મ પ્રશંસે ] બીજાની નિંદા અને પોતાની પ્રશંસા કરવી,
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com