________________
Version 001: remember to check htîp://www.AtmaDharma.com for updates
અ. ૬. સૂત્ર ૧૧]
[ ૪૦૯
[દુ:ષ શોળ તાપ ચન્દ્રન વધ પરિવેવનાનિ] દુ:ખ, શોક, તાપ, આક્રંદન, વધ અને પરિદેવના તે [અસત્ વેદ્યસ્ય] અસાતાવેદનીય કર્માઆસ્રવનાં કારણો છે.
ટીકા
૧. દુઃખ-પીડારૂપ પરિણામવિશેષને દુઃખ કહે છે.
શોક- પોતાને લાભદાયક લાગતા પદાર્થનો વિયોગ થતાં વિકળતા થવી તે શોક છે.
તાપ- સંસારમાં પોતાની નિંદા વગેરે થતાં પશ્ચાત્તાપ થવો તે તાપ છે. આક્રંદન- પશ્ચાત્તાપથી અશ્રુપાત કરીને રોવું તે આક્રંદન છે.
વધ-પ્રાણોનો વિયોગ કરવો તે વધ છે.
પરિદેવના-સંકલેશ પરિણામોના આલંબને એવું રૂદન કરવું કે જેથી સાંભળનારના હૃદયમાં દયા ઉત્પન્ન થઈ જાય તે પરિદેવના છે.
શોક, તાપ વગેરે જો કે દુ:ખના જ ભેદો છે, તોપણ દુ:ખની જાતિઓ બતાવવા માટે આ ભેદો બતાવ્યા છે.
૨. પોતાને, પ૨ને કે બન્નેને એક સાથે દુઃખ, શોકાદિ ઉત્પન્ન કરે તે અસાતાવેદનીય કર્મના આસ્રવનું કારણ થાય છે.
પ્રશ્ન:- જો દુઃખાદિક પોતામાં, ૫૨માં કે બન્નેમાં સ્થિત થવાથી અસાતાદેવનીય કર્મના આસ્રવનું કારણ થાય છે તો અર્હન્તમતને માનનારા જીવો કેશ-લોંચ, અનશનતપ, આતપસ્થાન વગેરે દુ:ખનાં નિમિત્તો પોતામાં કરે છે અને બીજાને પણ તેવો ઉપદેશ આપે છે તો તેથી તેમને પણ અસાતાવેદનીય કર્મનો આસ્રવ થશે ?
ઉત્ત૨:- ના, એ દૂષણ નથી. અંતરંગ ક્રોધાદિક પરિણામોના આવેશપૂર્વક પોતાને, ૫૨ને કે બન્નેને દુ:ખાદિ આપવાના ભાવ હોય તો જ તે અસાત્તાવેદનીય કર્મના આસ્રવનું નિમિત્ત થાય છે- આ વિશેષ કથન ધ્યાનમાં રાખવું. ભાવાર્થ એ છે કે-અંતરંગ ક્રોધાદિને વશ થવાથી આત્માને જે દુઃખ થાય છે તે દુ:ખ કેશલોચ, અનશનતપ કે આતાપયોગ વગેરે ધારણ કરવામાં સમ્યગ્દષ્ટિ મુનિને થતું નથી, માટે તેનાથી તેમને અસાતાવેદનીયનો આસ્રવ થતો નથી, તે તો તેમનો શરીર પ્રત્યેનો વૈરાગ્યભાવ છે.
આ વાત દષ્ટાંત દ્વારા સમજાવવામાં આવે છેઃ
દૃષ્ટાંતઃ- જેમ કોઈ દયાના અભિપ્રાયવાળા અને શલ્યરતિ વૈધ સંયમી પુરુષના ફોડલાને કાપવા કે ચીરવાનું કામ કરે અને તે પુરુષને દુ:ખ થાય છતાં તે બાહ્ય નિમિત્તમાત્રના કારણે પાપબંધ થતો નથી, કેમ કે વૈધના ભાવ તેને દુ:ખ આપવાના નથી.
Please inform us of any errors on rajesh@AtmaDharma.com