________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૪૧૦ ]
[ મોક્ષશાસ્ત્ર સિદ્ધાંત - તેમ સંસાર સંબંધી મહા દુઃખથી ઉદ્વિગ્ન થયેલ મુનિ સંસાર સંબંધી મહાદુઃખનો અભાવ કરવાના ઉપાય પ્રત્યે લાગી રહ્યા છે તેઓને સંકલેશપરિણામનો અભાવ હોવાથી શાસ્ત્રમાં વિધાન કરવામાં આવેલા કાર્યોમાં પોતે પ્રવર્તવાથી કે બીજાને પ્રવર્તાવવાથી પાપબંધ થતો નથી, કેમ કે તેમનો અભિપ્રાય દુઃખ આપવાનો નથી; નબળાઈના કારણે કિંચિત્ બાહ્ય દુઃખ થાય તોપણ તે અસતાવેદનીયના આસ્રવનું કારણ નથી.
૩. આ સૂત્રનો સિદ્ધાંત બાહ્ય નિમિત્તોને અનુસરીને આસ્રવ કે બંધ થતો નથી, પણ જીવ પોતે જેવા ભાવ કરે તે ભાવને અનુસરીને આસ્રવ અને બંધ થાય છે. જે જીવ પોતે વિકાર ભાવ કરે તો બંધ થાય, અને પોતે વિકાર ભાવ ન કરે તો બંધ ન થાય ના ૧૧ાા
સાતાવેદનીયના આસવનાં કારણો भूतव्रत्यनुकम्पादानसरागसंयमादियोगः शान्तिः
શૌમિતિ સàદ્યચા ૨૨ ) અર્થ:- [ભૂત વ્રત મનુષ્પા] પ્રાણીઓ પ્રત્યે અને વ્રતના ધારકો પ્રત્યે અનુકંપા [ વાન સરીસંચમાવીયોT: ] દાન, સરાગ-સંયમાદિના યોગ, [ ક્ષત્તિ શીવમ્ તિ] ક્ષાન્તિ શૌચ, અહંન્તભક્તિ ઇત્યાદિ [ સત્ વેચ] સાતવેદનીય કર્માઆસ્રવનાં કારણો છે.
ટીકા
૧. ભૂત = ચારે ગતિનાં પ્રાણીઓ, વતી = સમ્યગ્દર્શનપૂર્વક અણુવ્રત કે મહાવ્રત ધારણ કરેલ હોય તેવા જીવો; આ બન્ને ઉપર અનુકંપા કરવી તે ભૂતવ્રત્યનુકંપા છે.
પ્રશ્ન:- “ભૂત” કહેતાં તેમાં બધા જીવો આવી ગયા તો પછી “વ્રતી ” જણાવવાની શું જરૂર છે?
ઉત્તર- સામાન્ય પ્રાણીઓ કરતાં વ્રતી જીવો પ્રત્યે અનુકંપાનું વિશેષપણું જણાવવા માટે તે કહેલ છે; વ્રતી જીવો પ્રત્યે ભક્તિપૂર્વક ભાવ હોવા જોઈએ.
દાન= દુઃખિત, ભૂખ્યા વગેરે જીવોના ઉપકાર અર્થે ધન, ઔષધિ, આહારાદિક દેવાં તથા વ્રતી સમ્યગ્દષ્ટિ સુપાત્ર જીવોને ભક્તિપૂર્વક દાન આપવું તે દાન છે.
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com