________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૪૦૮ ]
[ મોક્ષશાસ્ત્ર બાધા આવે કે મલિનતા થાય તે સર્વે જ્ઞાનાવરણ કર્મના આસ્રવનાં કારણો છે. જેમ કે-એક ગ્રંથને અસાવધાનીથી લખતાં કોઈ પાઠ છોડી દેવો અથવા તો કાંઈકનો કાંઈક લખી નાખવો તે જ્ઞાનાવરણ કર્મના આસ્રવનું કારણ થાય છે. (જુઓ, તત્ત્વાર્થસાર પા. ૨OO-૨૦૧)
૪. વળી દર્શનાવરણ માટે આ સૂત્રમાં કહેલાં છ કારણો ઉપરાંત બીજા વિશેષ કારણો શ્રી તત્ત્વાર્થસારના ચોથા અધ્યાયની ૧૭-૧૮-૧૯ મી ગાથામાં નીચે મુબજ આપ્યાં છે.
(૭) કોઈની આંખ કાઢી લેવી, (૮) બહુ ઊંઘવું, (૯) દિવસમાં ઊંઘવું, (૧૦) નાસ્તિકપણાની વાસના રાખવી, (૧૧) સમ્યગ્દર્શનમાં દોષ લગાડવો, (૧૨) કુતીર્થવાળાની પ્રશંસા કરવી, (૧૩) તપસ્વીઓને દેખીને ગ્લાનિ કરવી. - આ બધા દર્શનાવરણ કર્મના આસ્રવના હેતુઓ છે.
૫. શંકાઃ- નાસ્તિકપણાની વાસના વગેરેથી દર્શનાવરણનો આસ્રવ કેમ થાય? તેનાથી તો દર્શનમોહનો આસ્રવ થવા સંભવ છે, કેમ કે સમ્યગ્દર્શનથી વિપરીત કાર્યો વડે સમ્યગ્દર્શન મલિન થાય છે, નહિ કે દર્શન-ઉપયોગ.
સમાધાનઃ- જેમ બાહ્ય ઇન્દ્રિયોથી મૂર્તિક પદાર્થોનું દર્શન થાય છે તેમ વિશેષ જ્ઞાનીઓને અમૂર્તિક આત્માનું પણ દર્શન થાય છે; જેમ સર્વે જ્ઞાનોમાં આત્મજ્ઞાન અધિક પૂજ્ય છે તેમ બાહ્ય પદાર્થોના દર્શન કરતાં અંતરદર્શન અર્થાત્ આત્મદર્શન અધિક પૂજ્ય છે; તેથી આત્મદર્શનનાં બાધક કારણોને દર્શનાવરણ કર્મના આગ્નવના હેતુ માનવા તે અનુચિત નથી. આ પ્રકારે નાસ્તિકપણાની માન્યતા વગેરે જે લખ્યા છે તે દોષો દર્શનાવરણ કર્મના આસવના હેતુ થઈ શકે છે.
(જુઓ, તત્ત્વાર્થસાર પા ૨૦૧-૨૦૨) જો કે આયુકર્મ સિવાય બાકીના સાતે કર્મોનો આસ્રવ સમયે સમયે થયા કરે છે તોપણ પ્રદોષાદિ ભાવો દ્વારા જે જ્ઞાનાવરણાદિ ખાસ કર્મનો બંધ થવાનું જણાવ્યું છે તે સ્થિતિબંધ અને અનુભાગબંધની અપેક્ષાએ સમજવું અર્થાત્ પ્રકૃતિબંધ અને પ્રદેશબંધ તો સર્વે કર્મોનો થયા કરે છે પણ તે વખતે જ્ઞાનાવરણાદિ ખાસ કર્મનો સ્થિતિ અને અનુભાગબંધ વિશેષ અધિક થાય છે. આ ૧૦ાા
અસાતાવેદનીયના આસવનું કારણ दुःखशोकतापाक्रन्दनवधपरिदेवनान्यात्मपरोभयस्थान्य
સફેદ્યસ્થાા ૨8ા અર્થ:- [ માત્મ પર મયથાનિ] પોતામાં, પરમાં અને બન્નેના વિષયમાં
સ્થિત અથ[ સન્મ
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com