________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates અ. પ ઉપસંહાર ]
C[ ૩૮૭ ભાવનું પ્રત્યાખ્યાન (ત્યાગ) કરતો નથી તેવી જ રીતે સમસ્ત પરદ્રવ્યનું પ્રત્યાખ્યાન ન કરતો આત્મા તેના નિમિત્તથી થવાવાળા ભાવને ત્યાગતો નથી.” આમાં જીવનો બંધસાધકભાવ નૈમિત્તિક છે અને તે પરદ્રવ્ય નિમિત્ત છે.
(સમયસાર ગાથા ૨૮૬-૮૭ ની ટીકા) નિમિત્ત કર્તાનું વજન કેટલું? ગ્રંથાધિરાજ પંચાધ્યાયી શાસ્ત્રમાં નયાભાસોનું વર્ણન છે તેમાં “જીવ શરીરનું કાંઈ પણ કરી શકતો નથી-પરસ્પર બંધ્ય-બંધકભાવ નથી' એમ કહીને શરીર અને આત્માને નિમિત્ત-નૈમિત્તિકભાવનું પ્રયોજન શું છે? તેના ઉત્તરમાં પ્રત્યેક દ્રવ્ય સ્વયં અને સ્વતઃ નિજશક્તિથી પરિણમન કરે છે ત્યાં નિમિત્તપણાનું કાંઈ પ્રયોજન જ નથી એવું સમાધાન શ્લોક નં. પ૭૧ માં કહ્યું છે.
अथचेदवश्यमेतन्निमित्त नैमित्तिकत्वमास्तिमिथः।
न यतः स्वयं स्वतो वा परिणममानस्य किं निमित्ततया।। ५७१।। અન્વયાર્થ- [અર્થ] જો કદાપિ એમ કહેવામાં આવે કે “[ નથ:] પરસ્પર [તન્નિમિત્તનૈમિત્તિવં] એ બન્નેમાં નિમિત્તનૈમિત્તિકપણું [ નવäસ્તિ] અવશ્ય છે” તો આ પ્રકારનું કથન પણ [ના] બરાબર નથી; [યત:] કારણ કે [સ્વયે વા. સ્વત:] સ્વય અથવા સ્વતઃ [પરિણમાનચ] પરિણમનારી વસ્તુને [ નિમિત્તતયા] નિમિત્તપણાથી [ વિ?] શું ફાયદો છે? અર્થાત્ સ્વતઃ પરિણમનશીલ વસ્તુને નિમિત્તકારણથી કાંઈ જ પ્રયોજન નથી. આ વિષયમાં સ્પષ્ટતા માટે પંચાધ્યાયી ભા. ૧ શ્લોક પ૬૫ થી ૧૮૫ સુધી દેખવું જોઈએ.
પ્રયોજનભૂત આ રીતે છ દ્રવ્યનું સ્વરૂપ અનેક પ્રકારે વર્ણવ્યું. આ છ દ્રવ્યોમાં સમયે સમયે પરિણમન થાય છે, તેને “પર્યાય' (હાલત, અવસ્થા, Condition) કહેવાય છે. ધર્મ-અધર્મ-આકાશ અને કાળ એ ચાર દ્રવ્યોના પર્યાય તો સદાય શુદ્ધ જ છે; બાકીના જીવ અને પુદ્ગલ એ બે દ્રવ્યોમાં શુદ્ધ પર્યાય હોય છે અથવા અશુદ્ધ પર્યાય પણ હોઈ શકે છે.
જીવ અને પુદગલ એ બે દ્રવ્યોમાંથી પણ પુદ્ગલ દ્રવ્યમાં જ્ઞાન નથી, તેનામાં જાણપણું નથી અને તેથી તેનામાં જ્ઞાનની ઊંધાઈરૂપ ભૂલ નથી; માટે પગલને સુખ કે દુઃખ હોતાં નથી. સાચા જ્ઞાન વડ સુખ અને ઊંધા જ્ઞાન વડે દુઃખ થાય છે, પરંતુ પુદ્ગલ દ્રવ્યમાં જ્ઞાનગુણ જ નથી, તેથી તેને સુખદુખ નથી; તેનામાં સુખગુણ જ નથી.
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com