________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૩૮૬ ]
[ મોક્ષશાસ્ત્ર વેશ ધારણ કરીને જેમ જેમ બળ કરે છે તેમ તેમ જીવને રાગદ્વેષ અધિક
થાય છે એ વાત સાચી છે? ૧૩૫ ના; કેમકે જગતમાં પુલનો સંગ તો હમેશાં રહે છે, જો એની બળજરીથી
જીવને રાગાદિ વિકાર થાય તો શુદ્ધભાવરૂપ થવાનો કદી અવસર આવી શકે નહિ તેથી એમ સમજવું જોઈએ કે શુદ્ધ કે અશુદ્ધ પરિણમન કરવામાં ચેતન સ્વયં સમર્થ છે. (સ. સાર નાટક સર્વવિશુદ્ધહાર કાવ્ય ૬૧ થી ૬૬ )
[ નિમિત્તના કોઈ જગ્યાએ પ્રેરક અને ઉદાસીન એવા બે ભેદ કહ્યા હોય ત્યાં તે ગમન ક્રિયાવાળા અથવા ઇચ્છાવાળા છે કે નહિ એમ સમજાવવાને માટે છે પરંતુ ઉપાદાનને માટે તો સર્વ પ્રકારના નિમિત્ત ધર્માસ્તિકાયવ ઉદાસીન જ કહ્યા છે. જુઓ શ્રી પૂજ્યપાદાચાર્યક્ત ઈષ્ટોપદેશ ગા. ૩૫ ] . ૧૩૬ નિમિત્ત નૈમિત્તિક સંબંધ કોને કહે છે? ૧૩૬ ઉપાદાન સ્વતઃ કાર્યરૂપે પરિણમે છે તે વખતે ભાવરૂપ કે અભાવરૂપ કયા ઉચિત
(-યોગ્ય) નિમિત્ત કારણનો તેની સાથે સંબંધ છે એ બતાવવાને માટે તે કાર્યને નૈમિત્તિક કહે છે. આ રીતે ભિન્ન પદાર્થોના સ્વતંત્ર સંબંધને નિમિત્તનૈમિત્તિક સંબંધ કહે છે.
[ નિમિત્ત-નૈમિત્તિક સંબંધ પરતંત્રતાનો સૂચક નથી પરંતુ નૈમિત્તિકની સાથે ક્યો નિમિત્તરૂપ પદાર્થ છે તેનું જ્ઞાન કરાવે છે. જે કાર્યને નૈમિત્તિક કહ્યું છે તેને જ | ઉપાદાનની અપેક્ષાએ ઉપાદેય પણ કહે છે.]
નિમિત્ત નૈમિત્તિક સંબંધના દષ્ટાંત
(૧) કેવળજ્ઞાન નૈમિત્તિક છે અને લોકાલોકરૂપ સર્વ શેયો નિમિત્ત છે. (પ્રવચનસાર ગા. ર૬ ની ટીકા).
(૨) સમ્યગ્દર્શન નૈમિત્તિક છે અને સમ્યજ્ઞાનીના ઉપદેશાદિ નિમિત્ત છે. (આત્માનુશાસન ગા. ૧૦ ની ટીકા).
(૩) સિદ્ધદશા નૈમિત્તિક છે અને પુદ્ગલ કર્મનો અભાવ નિમિત્ત છે. (સમયસાર ગા. ૮૩ ની ટીકા)
(૪) “જેવી રીતે અધઃકર્મથી ઉત્પન્ન અને ઉદ્દેશથી ઉત્પન્ન થયેલ નિમિત્તભૂત (આહારાદિ) પુદ્ગલ દ્રવ્યનો ત્યાગ ન કરતો આત્મા (–મુનિ) નૈમિત્તિકભૂત બંધસાધક
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com