________________
Version 001: remember to check htîp://www.AtmaDharma.com for updates
અ. ૫ ઉપસંહાર ]
[ ૩૬૫ વચન કે શરીરની ચેષ્ટા ઉપરથી નક્કી કરવામાં આવ્યું છે. તેમાંથી ઇન્દ્રિય દ્વારા શરીર નક્કી કર્યું તે જ્ઞાનને આપણે ઇન્દ્રિયજન્ય કહીએ છીએ અને તે મનુષ્યમાં જ્ઞાન હોવાનું નક્કી કર્યું તે અનુમાનજન્યજ્ઞાન છે એમ આપણે કહીએ છીએ.
૩. આ પ્રમાણે મનુષ્યમાં આપણે બે પ્રકાર જાણ્યા-૧. ઇન્દ્રિયજન્ય જ્ઞાનથી શરીર, ૨. અનુમાનજન્યજ્ઞાનથી જ્ઞાન. પછી ભલે કોઈ મનુષ્યને જ્ઞાન ઓછા ઉઘાડરૂપ હોય કે કોઈને વધારે ઉઘાડરૂપ હોય. તે બે બાબતો જાણતાં તે એક જ પદાર્થના બે ગુણો છે કે જુદા જુદા બે પદાર્થના બે ગુણો છે તે આપણે નક્કી કરવું જોઈએ.
૪. જે મનુષ્યને આપણે જોયો તેના સંબંધે નીચે પ્રમાણે બન્યાનું દાખલા માટે
કલ્પીએ.
(૧) તે મનુષ્યના હાથમાં કાંઈ લાગ્યું અને શરીરમાંથી લોહી નીકળવા
લાગ્યું.
(૨) તે મનુષ્યે લોહી નીકળતું જાણ્યું અને તે લોહી તરત જ બંધ થઈ જાય તો સારું-એવી તીવ્ર ભાવના ભાવી.
(૩) પણ તે જ વખતે લોહી વધારે નીકળવા માંડયું અને ઘણા ઉપાયો કર્યા, પણ તે બંધ પડતાં ઘણો વખત લાગ્યો.
(૪) લોહી બંધ પડયા પછી પોતાને જલદી આરામ થઈ જાય એવી તે મનુષ્ય ભાવના કરવાનું સતત્ ચાલુ રાખ્યું.
(૫) પણ ભાવના અનુસાર પરિણામ આવવાને બદલે તે ભાગ સડતો ગયો. (૬) તે મનુષ્યને ઘણું દુ:ખ થયું અને તે દુઃખનું તેને વેદન થયું.
(૭) બીજાં સગાંસંબંધીઓએ તે મનુષ્યને દુઃખ થાય છે એમ જાણ્યું, પણ તે મનુષ્યના દુ:ખ–વેદનનો કાંઈ પણ અંશ તેઓ લઈ શક્યા નહિ.
(૮) આખરે તેણે હાથના સડતા ભાગને કપાવ્યો.
(૯) તે હાથ કપાવ્યા છતાં તે માણસનું જ્ઞાન તેટલું રહ્યું અને વિશેષ અભ્યાસથી ઘણું વધી ગયું અને બાકી રહેલું શરીર ઘણું નબળું પડતું ગયું તેમ જ વજનમાં ઘટતું ગયું.
(૧૦) શરીર નબળું પડવા છતાં તેને જ્ઞાનાભ્યાસના બળથી ધીરજ રહી અને શાંતિ વધી.
૫. આ દશ બાબતો શું સાબિત કરે છે તે આપણે જોઈએ. મનુષ્યમાં વિચારશક્તિ (Reasoning faculty) છે અને તે તો દરેક મનુષ્યને અનુભવગમ્ય છે. હવે વિચાર કરતાં નીચેના સિદ્ધાંતો પ્રગટે છે:
Please inform us of any errors on rajesh@AtmaDharma.com