________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૩૬૬ ]
[ મોક્ષશાસ્ત્ર (૧) શરીર અને જ્ઞાન ધરાવતી વસ્તુ એ બને જુદા જુદા પદાર્થો છે, કેમ કે તે જ્ઞાન ધરાવતી વસ્તુએ “લોહી તરત જ બંધ થઈ જાય તો સારું” તેવી ઇચ્છા કરવા છતાં લોહી બંધ થયું નહિ, એટલું જ નહિ પણ ઇચ્છાથી વિરુદ્ધ શરીરની અને લોહીની અવસ્થા થઈ. જે શરીર અને જ્ઞાન ધરાવતી વસ્તુ તે બન્ને એક જ હોય તો તેમ થાય નહિ.
(૨) જો તે બન્ને એક જ વસ્તુ હોત તો જ્યારે જ્ઞાન કરનારે ઇચ્છા કરી તે જ વખતે લોહી બંધ થઈ જાત.
(૩) જો તે બન્ને એક જ વસ્તુ હોત તો લોહી તરત જ બંધ પડત, એટલું જ નહિ પરંતુ, ઉપર નં. (૪-૫) માં જણાવ્યા મુજબ ભાવના કરેલ હોવાથી શરીરનો તે ભાગ સડત પણ નહિ, ઊલટું જ્યારે ઇચ્છા કરી ત્યારે તરત જ આરામ થઈ જાત. પરંતુ બન્ને જુદાં હોવાથી તેમ બનતું નથી.
(૪) ઉપર નં. (૬–૭) માં જે હકીકત જણાવી છે તે સાબિત કરે છે કે જેનો હાથ સડે છે તે મનુષ્ય અને તેના સગાંસંબંધી બધા સ્વતંત્ર પદાર્થો છે. જો તેઓ એક હોત તો તે મનુષ્યનું દુઃખ તેઓ ભેગા મળી ભોગવત અને તે મનુષ્ય પોતાના દુઃખનો ભાગ તેમને આપત અથવા ઘણાં સગાંઓ તેનું દુ:ખ લઈને પોતે તે ભોગવત, પણ તેમ બની શક્યું નથી. માટે તેઓ પણ આ મનુષ્યથી જુદી સ્વતંત્ર જ્ઞાનરૂપ અને શરીર સહિત વ્યક્તિઓ છે એમ સિદ્ધ થયું.
(૫) ઉપર નં. (૮-૯) માં જે હકીકત જણાવી છે તે સાબિત કરે છે કે શરીર સંયોગી પદાર્થ છે; તેથી હાથ જેટલો ભાગ તેમાંથી છૂટો પડી શક્યો. જો તે એક અખંડ પદાર્થ હોત તો હાથ જેટલો ભાગ કપાઈને છૂટો પડી ન શકત. વળી તે સાબિત કરે છે કે શરીરથી જ્ઞાન સ્વતંત્ર છે કેમ કે શરીરના અમુક ભાગ કપાયા છતાં તેટલા પ્રમાણમાં જ્ઞાન ઘટતું નથી પણ તેટલું જ રહે છે અને શરીર નબળું પડતું જાય છતાં જ્ઞાન વધતું જાય છે, એટલે શરીર અને જ્ઞાન એમ સ્વતંત્ર વસ્તુઓ છે એ સાબિત થયું.
(૬) ઉપર નં. (૧૦) થી સાબિત થયું કે જ્ઞાન વધ્યું તોપણ વજન વધ્યું નહિ પરંતુ જ્ઞાન સાથે સંબંધ રાખનાર ધીરજ, શાંતિ વગેરેમાં વધારો થયો; શરીર વજનમાં ઘટયું છતાં જ્ઞાનમાં ઘટાડો ન થયો, માટે જ્ઞાન અને શરીર બે જુદા,
સ્વતંત્ર, વિરોધી ગુણવાળા પદાર્થો છે જેમ કે : 1. શરીર વજનવાળું અને જ્ઞાન વજનવગરનું વ. શરીર ઘટયું, જ્ઞાન વધ્યું, વ. શરીરનો ભાગ ઓછો થયો, જ્ઞાન તેટલું જ રહ્યું અને પછી વધ્યું હતું. શરીર ઈન્દ્રિયગમ્ય સંયોગી, છૂટું પડી કોઈ બીજી જગ્યાએ તેના ભાગો રહી શકે તેવું છે; જ્ઞાન ઇન્દ્રિયગમ્ય નથી પરંતુ જ્ઞાનગમ્ય છે, તેના કટકા કે ભાગલા થઈ
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com