________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૩૪) ]
ક્ષિશાસ્ત્ર (૪) તેથી એમ સિદ્ધ થયું કે દ્રવ્યના પર્યાય સમયે સમયે બદલે છે તોપણ દ્રવ્ય ત્રિકાળ ટકી રહે છે. આ સિદ્ધાંત સૂત્ર ૩૦ તથા ૩૮ માં આપ્યો છે.
(૫) “છે” પણું (અસ્તિત્વ) જેને હોય તે દ્રવ્ય છે. એ રીતે “અસ્તિત્વ ગુણ દ્વારા “દ્રવ્ય” ને ઓળખી શકાય છે. માટે “સંત' ને દ્રવ્યનું લક્ષણ આ સૂત્રમાં કહ્યું છે. જેને જેને અસ્તિત્વ હોય તે દ્રવ્ય છે, એમ આ સૂત્ર પ્રતિપાદન કરે છે.
(૬) “સ” લક્ષણ વડે દ્રવ્ય ઓળખી શકાય છે, એમ નક્કી થયું. તે ઉપરથી બે સિદ્ધાંતો નીકળ્યા કે દ્રવ્યમાં “પ્રમેયત્વ' (જ્ઞાનમાં જણાવા લાયક-Knowable) એવો ગુણ છે અને તે દ્રવ્ય પોતે પોતાને જાણનારું હોય અથવા બીજું દ્રવ્ય તેને જાણનારું હોય. જો એમ ન હોય તો “દ્રવ્ય છે' એમ નક્કી થાય જ નહિ; માટે દ્રવ્યમાં પ્રમેયત્વ' નામનો ગુણ છે; અને દ્રવ્ય કાં તો જાણનારું (ચેતન) હોય અથવા નહિ જાણનારું (અચેતન) હોય. જાણનારું દ્રવ્ય તે “જીવ' છે અને નહિ જાણનારું તે “અજીવ' છે, એમ પણ સિદ્ધ થાય છે.
(૭) દરેક દ્રવ્ય પોતાની પ્રયોજનભૂત અર્થક્રિયા (functionality) કરે જ. જો દ્રવ્ય અર્થક્રિયા ન કરે તો તે કાર્ય વગરનું થાય એટલે કે તે ફોગટનું થાય, પણ ફોગટનું (પોતાનું કાર્ય વગરનું) કોઈ દ્રવ્ય હોય જ નહિ. તેથી દરેક દ્રવ્યમાં “વસ્તુત્વ” નામનો ગુણ છે, એમ સિદ્ધ થયું.
(૮) વળી પોતપોતાની ક્રિયા કરે તો જ વસ્તુ કહેવાય. તેથી એક દ્રવ્ય બીજા દ્રવ્યનું કંઈ કરી શકે નહિ એમ સિદ્ધ થયું.
(૯) વળી, જે દ્રવ્ય હોય તેનું દ્રવ્યપણું-ગુણપણું જે પ્રકારે હોય તે પ્રકારે કાયમ રહીને પરિણમે, પણ બીજામાં પ્રવેશ કરી શકે નહિ; એવા ગુણને
અગુરુલધુત્વ” ગુણ કહે છે. એ શક્તિના કારણે દ્રવ્યની દ્રવ્યતા કાયમ રહે અર્થાત્ એક દ્રવ્ય બીજા દ્રવ્યરૂપે ન પરિણમે, અને એક ગુણ બીજા ગુણરૂપે ન પરિણમે તથા એક દ્રવ્યના અનેક (-અનંત) ગુણ વિખરાઈને જુદા જુદા ન થઈ જાય.
(૧૦) એ રીતે દરેક દ્રવ્યમાં સામાન્ય ગુણો ઘણા હોય છે પણ મુખ્યપણે છે સામાન્ય ગુણો છે; તેમનાં નામ-૧. અસ્તિત્વ (જે આ સૂત્રમાં “સત' શબ્દ દ્વારા સ્પષ્ટપણે જણાવેલ છે ), ૨. વસ્તુત્વ, ૩. દ્રવ્યત્વ, ૪. પ્રમેયત્વ, ૫. અગુરુલધુત્વ અને ૬. પ્રદેશ7.
(૧૧) પ્રદેશત્વ ગુણની એવી વ્યાખ્યા છે કે જે શક્તિના કારણે દ્રવ્યનો કોઈ ને કોઈ આકાર અવશ્ય હોય જ.
(૧૨) આ દરેક સામાન્ય ગુણોમાં “સત્' (-અસ્તિત્વ) મુખ્ય છે કારણ કે તેના
Please inform us of any errors on rajesh@AtmaDharma.com