________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates અ. ૫ સૂત્ર ૨૯ ]
[ ૩૩૯ (2) Marsh-gas treated with chlorine gives Methyl Chloride and Hydrochloric acid. The formula is:- CH4 + C12 = CH3cl +Hcl.
અર્થ:- સડતા પાણીમાં થતા ગેસને માર્શ-ગેસ' કહે છે. તેની ગંધ આવતી નથી, તેમ રંગ પણ જણાતો નથી પણ તે બળી શકે છે. તેને એક કલોરીન નામનો ગેસ કે જે લીલાશવાળા પીળા રંગનો છે તેની સાથે ભેળવતાં એક ત્રીજો નેત્રઇન્દ્રિયથી દેખાય તેવો એસિડ પદાર્થ થાય છે તેને મેથીલ-કલોરાઇડ અને હાઇડ્રોકલોરીક એસિડ કહે છે. (ઇંગ્લિશ તત્ત્વાર્થસૂત્રની આ સૂત્ર નીચેની ટીકા).
(૩) ઓકિસજન અને હાઇડ્રોજન બે વાયુ છે, બન્ને નેત્રઇન્દ્રિયથી અગોચર સ્કન્ધો છે. બન્નેનો મિલાપ થતાં નેત્રઇન્દ્રિયગોચર જળ (પાણી) થાય છે. માટે નેત્રઇન્દ્રિયગોચર સ્કન્ધ થવા માટે જેમાં મિલાપ થાય તે નેત્રઈન્દ્રિયગોચર થવો જ જોઈએ એવો નિયમ નથી. અને સૂત્રમાં પણ નેત્રઇન્દ્રિયગોચર સ્કન્ધ જોઈએ જ એવું કથન નથી. સૂત્રમાં સામાન્ય કથન છે. / ૨૮ાા આ પ્રમાણે છયે દ્રવ્યોનાં વિશેષ લક્ષણોનું કથન આવી ગયું.
હવે દ્રવ્યોનું સામાન્ય લક્ષણ કહે છે.
સર્વદ્રવ્યનક્ષણના ૨૧ અર્થ- [ દ્રવ્યનક્ષળમ્] દ્રવ્યનું લક્ષણ [ સા ] સત ( અસ્તિત્વ) છે.
ટીકા (૧) વસ્તુ સ્વરૂપ બતાવનારાં પાંચ મહાસૂત્રો આ અધ્યાયમાં આપવામાં આવ્યાં છે. તે સૂત્રો ર૯-૩૦-૩ર-૩૮ અને ૪ર છે. તેમાં પણ આ સૂત્ર મૂળ પાયારૂપ છે; કેમકે કોઈ પણ વસ્તુ માટે વિચાર કરતાં સૌ પહેલાં તે છે કે નહિ તે નક્કી થવું જોઈએ. માટે જગતમાં જે જે વસ્તુ હોય તે “છે” રૂપે (સતરૂપે ) હોવી જ જોઈએ. જે વસ્તુ હોય તેનો જ વિશેષ વિચાર કરવાનો રહે છે.
(૨) આ સૂત્રમાં “દ્રવ્ય' શબ્દ વાપર્યો છે તે એમ સૂચવે છે કે તેમાં દ્રવ્યત્વ” નામનો ગુણ છે, કે જે શક્તિના કારણે દ્રવ્ય સદા એકરૂપ ન રહેતાં તેની હાલતો (પર્યાયો ) નિત્ય બદલતી રહે છે.
(૩) હવે જ્યારે દ્રવ્ય નિત્ય પોતપોતાનો પર્યાય બદલે છે ત્યારે પ્રશ્ન એ ઊઠે કે દ્રવ્ય બદલાઈને બીજા દ્રવ્યરૂપ થઈ જાય કે કેમ? તેનો ઉત્તર આ સૂત્રમાં વાપરવામાં આવેલો “સત્' શબ્દ આપે છે. “સ” શબ્દ સૂચવે છે કે દ્રવ્યમાં અસ્તિત્વગુણ છે અને તે શક્તિના કારણે દ્રવ્યનો કદી નાશ થતો નથી.
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com