SearchBrowseAboutContactDonate
Page Preview
Page 394
Loading...
Download File
Download File
Page Text
________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૩૩૮ ] [ મોક્ષશાસ્ત્ર સ્કંધોની ઉત્પત્તિનું કારણ भेदसंघातेभ्यः उत्पद्यन्ते।।२६।। અર્થ- પરમાણુઓના [ મેસંધાતેભ્યઃ] ભેદ (છૂટા પડવાથી), સંઘાત (મળવાથી) અથવા ભેદસંઘાત બન્નેથી [૩~દ્યન્ત ] પુદ્ગલસ્કંધોની ઉત્પત્તિ થાય છે. (૧) પુદ્ગલદ્રવ્યની વિશિષ્ટતા આગલા સૂત્રો બતાવતાં અણુ અને સ્કંધ બે પ્રકાર બતાવ્યા ત્યારે સ્કંધોની ઉત્પત્તિ શી રીતે થાય છે તે પ્રશ્ન ઊઠે છે; તેના ખુલાસારૂપે ઉત્પત્તિનાં ત્રણ કારણો જણાવ્યાં. સૂત્રમાં દ્વિવચન નહિ વાપરતાં બહુવચન (સંધાભ્ય:) વાપર્યું છે, તેથી ભેદ-સંઘાતનો ત્રીજો પ્રકાર વ્યક્ત થાય છે. (૨) દષ્ટાંત - એકસો પરમાણુનો સ્કંધ છે તેમાંથી દશ પરમાણુ છૂટાં પડી જવાથી નેવું પરમાણુનો સ્કંધ બન્યો; એ ભેદનું દષ્ટાંત છે. તેમાં (એકસો પરમાણુના સ્કંધમાં) દશ પરમાણું મળવાથી એકસો ને દશ પરમાણુનો સ્કંધ થયો એ સંઘાતનું દાંત છે. તેમાં જ એકીસાથે દશ પરમાણુ છૂટા પડવાથી અને પંદર પરમાણુ મળી જવાથી એકસો ને પાંચ પરમાણુનો સ્કંધ થયો તે ભેદ-સઘાતનું દષ્ટાંત છે. / ર૬ અણુની ઉત્પત્તિનું કારણ મેવાડા ર૭ ના અર્થ - [ : ] અણુની ઉત્પત્તિ [ મેવાઃ ] ભેદથી થાય છે. / ૨૭T. દેખાવાયોગ્ય સ્થૂળ સ્કધની ઉત્પત્તિનું કારણ મેવસંધાતામ્યાં વાકુષ: ૨૮ાા. અર્થ:- [ વાયુY:] ચક્ષુઇન્દ્રિયથી દેખાવાયોગ્ય સ્કંધ [ મેવસંધાતામ્યાં] ભેદ અને સંઘાત બન્નેના એકત્રપણાથી ઉત્પન્ન થાય છે, એકલા ભેદથી નહિ. ટીકા (૧) પ્રશ્ન:- ચક્ષુઇન્દ્રિયગોચર ન હોય એવા ધ ચક્ષુગોચર શી રીતે થાય? ઉત્તર:- સૂક્ષ્મ સ્કંધનો ભેદ થાય અને તે જ વખતે ચક્ષુઇન્દ્રિયગોચર સ્કંધમાં તે સંઘાતરૂપ થાય એટલે તે ચક્ષુગોચર થઈ જાય છે. સૂત્રમાં “વાક્ષs:' શબ્દ વાપર્યો છે તેનો અર્થ ચક્ષુઈન્દ્રિયગોચર થાય છે. સ્કંધ નેત્રઈન્દ્રિયગોચર એકલા ભેદથી કે એકલા સંઘાતથી થતો નથી (જાઓ, રાજવાર્તિક સૂત્ર ૨૮ ની ટીકા, પાન ૩૯૧: અર્થપ્રકાશિકા. પા. ૨૧૦). Please inform us of any errors on rajesh@ AtmaDharma.com
SR No.008267
Book TitleMoksh shastra
Original Sutra AuthorUmaswati, Umaswami
AuthorRam Manekchand Doshi
PublisherKanjiswami Smarak Trust Devlali
Publication Year
Total Pages710
LanguageGujarati
ClassificationBook_Gujarati, Philosophy, & Tattvartha Sutra
File Size3 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy