________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates અ. ૫ સૂત્ર ૨૯ ].
[ ૩૪૧ વડે દ્રવ્યનું હોવાપણું નક્કી થાય છે. જો દ્રવ્ય હોય તો જ બીજા ગુણો હોઈ શકે, માટે ‘સત્' ને અહીં દ્રવ્યનું લક્ષણ કહ્યું છે.
(૧૩) દરેક દ્રવ્યનાં વિશેષ લક્ષણો પૂર્વે કહેવામાં આવ્યા છે. તે નીચે મુજબ છે-(૧) જીવ-અધ્યાય ૨, સૂ. ૧ તથા ૮. (૨) અજીવના પાંચ પ્રકારમાંથી પુગલઅધ્યાય ૫, સૂત્ર ૨૩. ધર્મ અને અધર્મ-અધ્યાય ૫, સૂત્ર ૧૭. આકાશ-અધ્યાય ૫, સૂત્ર ૧૮. અને કાળ–અધ્યાય ૫, સૂત્ર ૨૨.
જીવ તથા પુદ્ગલની વિકારી અવસ્થાનો નિમિત્ત-નૈમિત્તિક સંબંધ આ અધ્યાયના સૂત્ર ૧૯-૨૦-૨૧-૨૪-૨૫-૨૬-૨૭-૨૮-૩૩-૩૫-૩૬-૩૭-૩૮ માં આપ્યો છે, તેમાં જીવનો એકબીજા વચ્ચેનો સંબંધ ગાથા ૨૦ માં બતાવ્યો. જીવનો પુદ્ગલ સાથેનો સંબંધ સૂત્ર ૧૯-૨૦ માં બતાવ્યો. પુદ્ગલનો પરસ્પર સંબંધ બાકીનાં સૂત્રોમાં જણાવ્યો.
(૧૪) “દ્રવ્ય સત્ છે' માટે પોતાથી છે, એમ ‘સત્' લક્ષણ કહેવાથી સિદ્ધ થયું; તેનો અર્થ એ થયો કે તે સ્વપણે છે અને પરપણે નથી. “અસ્તિ” પણું પ્રગટપણે અને “નાસ્તિ” પણું ગર્ભિતપણે આ સૂત્રમાં કહી એમ જણાવ્યું કે દ્રવ્ય પોતે પોતાથી અને પર પરપણે હોવાથી એક દ્રવ્ય પોતે પોતાનું બધું કરી શકે પણ બીજા દ્રવ્યનું કદી કાંઈ કરી શકે નહિ. આ સિદ્ધાંતનું નામ “અનેકાંત” છે અને તે આ અધ્યાયના સૂત્ર ૩ર માં જણાવ્યો છે.
(૧૫) દરેક દ્રવ્ય “સ' લક્ષણવાળું છે એટલે કે સ્વતઃસિદ્ધ તથા કોઈની અપેક્ષા નહિ રાખતું હોવાથી તે સ્વતંત્ર છે. ૨૯ IT
સનું લક્ષણ ઉત્પાવ્યયૌવ્યયુ સતા રૂા. અર્થ- [૩Fાવવ્યાધ્રોવ્યયુ$] જે ઉત્પાદ-વ્યય-ધ્રૌવ્યસહિત હોય [ ] તે સત્ છે.
ટીકા
(૧) “સ' સંબંધે જગતમાં ઘણી ખોટી માન્યતા ચાલે છે. કેટલાક “સત્ ” ને સર્વથા કૂટી -કદી ન બદલે તેવું માને છે; કેટલાક “સ” ને જ્ઞાનગોચર નથી એમ કહે છે; તેથી “સત્” નું ખરું ત્રિકાળી અબાધિત સ્વરૂપ આ સૂત્રમાં કહ્યું છે.
(૨) દરેક વસ્તુનું સ્વરૂપ “ટકીને બદલવું' એવું છે, તેને ઈંગ્લિશમાં Permanency With a Change (બદલવા સાથે કાયમપણું ) કહે છે. તેને બીજી રીતે એમ પણ કહે છે કે No substance is destroyed, every substance changes its form
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com