________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૩૩૦ ]
[ મોક્ષશાસ્ત્ર ટીકા (૧) આ સૂત્રમાં “૩૫૬' શબ્દ વાપર્યો છે તેથી સૂચિત થાય છે કે પુદ્ગલ પરસ્પર ઉપકાર કરે છે. જેમ કે રાખ કાંસાના વાસણને, પાણી લોખંડને, સાબુ
કપડાંને.
(૨) “ઉપકાર' શબ્દનો અર્થ નિમિત્તમાત્ર જ સમજવો જોઈએ, નહિ તો ‘દુ:ખ, મરણાદિનો ઉપકાર' એમ નહિ કહી શકાય.
(૩) સૂત્રમાં ચ શબ્દ વાપર્યો છે તે એમ સૂચવે છે કે શરીરાદિક જેમ નિમિત્ત છે તેમ પુલકૃત ઇન્દ્રિયો પણ જીવને અન્ય ઉપકાર (નિમિત્ત) પણે છે.
(૪) સુખદુઃખનું સંવેદન જીવને છે, પુલ અચેતન-જડ છે. તેને સુખ-દુઃખનું સંવેદન હોઈ શકે નહિ.
(૫) આ સૂત્રમાં જીવ ઉપાદાનકારણ છે અને પુદ્ગલ નિમિત્તકારણ છે, આગલા સૂત્રમાં શરીરાદિનું પુદ્ગલ ઉપાદાનકારણ અને જીવ નિમિત્તકારણ છે એમ બતાવવામાં આવ્યું હતું.
(૬) નિમિત્ત ઉપાદાનને કંઈ કરી શકતું નથી. નિમિત્ત પોતામાં પૂરેપૂરું કાર્ય કરે છે અને ઉપાદાન પોતામાં પૂરેપૂરું કાર્ય કરે છે. નિમિત્ત પરદ્રવ્યને ખરેખર કંઈ અસર કરે છે એમ માનવું તે બે દ્રવ્યોને એક માનવારૂપ ખોટો નિર્ણય છે. || ૨૦ાા
જીવનો ઉપકાર परस्परोपग्रहो जीवानाम्।।२१।। અર્થ:- [નીવાનામ્] જીવોને [પરસ્પર ૩૫Jદો] અરસપરસ ઉપકાર છે.
ટીકા
(૧) એક જીવ બીજાને સુખનું નિમિત્ત, દુ:ખનું નિમિત્ત, જીવનનું નિમિત્ત, મરણનું નિમિત્ત, સેવા, શુશ્રુષા આદિનું નિમિત્ત હોય છે.
(૨) અહીં “૩૫૬’ શબ્દ છે, દુઃખ અને મરણ સાથે પણ તેનો સંબંધ છે તેથી “ભલું કરવું' એવો તેનો અર્થ નથી થતો, પણ નિમિત્ત માત્ર છે એમ સમજવું.
(૩) ૨0 માં સૂત્રમાં જણાવેલ સુખ, દુઃખ, જીવન, મરણ સાથેનો સંબંધ બતાવવા માટે “ઉપપ્રદ’ શબ્દ આ સૂત્રમાં વાપર્યા છે.
(૪) “સહાયક' શબ્દ વાપર્યો હોય ત્યાં પણ નિમિત્તમાત્ર અર્થ કરવો. પ્રેરક કે અપ્રેરક ગમે તેવું નિમિત્ત હોય પણ તે પરમાં કંઈ કરતું નથી-એમ જ સમજવું
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com