________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates અ. ૫ સૂત્ર ૧૯-૨૦ ].
[ ૩૨૯ ઉત્તર:- સ્થળ પદાર્થોને અરસપરસ વ્યાઘાત થાય એવો નિમિત્ત-નૈમિત્તિકસંબંધ છે; તેથી આકાશના ગુણને કાંઈ દૂષણ આવતું નથી. આ ૧૮મા
પુદ્ગલદ્રવ્યનો જીવ સાથે નિમિત્ત-નૈમિત્તિક સંબંધ
शरीरवाङ्मनःप्राणापानाः पुद्गलानाम्।।१९।। અર્થ:- [ શરીર] દારિક આદિ શરીર, [ વાવ૬] વચન, [ મ ] મન તથા [પ્રા||પાના:] શ્વાસોચ્છવાસ એ પુદ્ગલદ્રવ્યનો ઉપકાર છે અર્થાત શરીરાદિની રચના પુદ્ગલથી જ થાય છે.
(૧) ઉપકાર શબ્દનો અર્થ ભલું કરવું એવો ન લેવો પણ કોઈ કાર્યમાં નિમિત્ત હોય એટલો લેવો. (જુઓ, સૂત્ર ૧૭ ની ટીકા)
(૨) શરીરમાં કાર્મણશરીરનો સમાસ થાય છે. વચન તથા મન પુદ્ગલો છે, એ પાંચમા સૂત્રની ટીકામાં બતાવવામાં આવ્યું છે. પ્રાણાપાન પુદ્ગલ છે.
(૩) આ સૂત્રમાં જણાવેલ શરીરાદિનું ઉપાદાનકારણ પુદ્ગલદ્રવ્ય છે અને | નિમિત્તકારણ જીવ છે. હવેના સૂત્રમાં જીવ ઉપાદાનકારણ અને પુદ્ગલ નિમિત્તકારણ એ પ્રકાર લેવામાં આવશે.
(૪) ભાવમન લબ્ધિરૂપ તથા ઉપયોગરૂપ છે. તે અશુદ્ધદ્રવ્યાર્થિકનયે જીવની અવસ્થા છે. તે ભાવમન પૌગલિકમન તરફ જ્યારે વલણ કરે ત્યારે કાર્ય કરે છે તેથી નિશ્ચય (પરમાર્થ, શુદ્ધ ) નયે તે જીવનું સ્વરૂપ નથી; નિશ્ચયનયે તે પૌદ્ગલિક છે.
(૫) ભાવવચન પણ જીવની અવસ્થા છે. તે અશુદ્ધદ્રવ્યાર્થિકનયે જીવની છે. તેના કાર્યમાં પુદ્ગલનું નિમિત્ત હોય છે તેથી નિશ્ચયનયે જીવની તે અવસ્થા નથી. તે નિશ્ચયનયે જીવનું સ્વરૂપ નથી તેથી પૌલિક છે. જે તે જીવનો ત્રિકાળી સ્વભાવ હોય તો ટળે નહિ, પણ તે ભાવવચનરૂપ અવસ્થા જીવમાંથી ટળી શકે છે-એ અપેક્ષા લક્ષમાં રાખી તેને પૌલિક ગણવામાં આવે છે.
(૬) ભાવમન સંબંધી અધ્યાય ૨, સૂત્ર ૧૧ ની ટીકા વાંચવી. ત્યાં જીવની વિશુદ્ધિને ભાવમન કહ્યું છે. તે અશુદ્ધદ્રવ્યાર્થિકનકે કહ્યું છે એમ સમજવું. ૫ ૧૯
જીવનો પુદ્ગલ સાથેનો નિમિત્ત-નૈમિત્તિક સંબંધ
सुखदुःखजीवितमरणोपग्रहाश्च ।। २०।। અર્થ:- [ સુરવ:દુવ ] ઇન્દ્રિયજન્ય સુખ-દુઃખ, [ નીવિતમૂરળ] જીવન, મરણ [૩૫ET: ૨] એ પણ પુદ્ગલનો ઉપકાર છે.
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com