________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૩૨૮ ]
મોક્ષશાસ્ત્ર દેખાય નહિ તેનો અભાવ કક્વો તે વ્યાજબી નથી. ઇન્દ્રિયના ગ્રહણમાં ન આવે તેનો અભાવ માનશો તો ઘણી વસ્તુઓનો અભાવ માનવો પડશે. જેમ કે અમુક પેઢીઓના વડીલો, દૂર આવેલા દેશો, ભૂતકાળમાં થયેલા પુરુષો, ભવિષ્યમાં થનારા પુરુષો એ કોઈ આંખથી દેખાતા નથી તેથી તેનો પણ અભાવ માનવો પડશે; માટે તે દલીલ બરાબર નથી. અમૂર્તિક પદાર્થોને છબી અનુમાનપ્રમાણથી નક્કી કરી શકે છે. અને તેથી અહીં તેનું લક્ષણ કહ્યું છે. (આ અધિકારને છેડે છયે દ્રવ્યોની સાબિતી આપી છે તે વાંચો.)TI ૧૭ના આકાશનો બીજા દ્રવ્યો સાથેનો નિમિત્ત-નૈમિત્તિક સંબંધ
લાવાશસ્યાવાદિ: ૨૮મા અર્થ:- [વાદ:] સમસ્ત દ્રવ્યોને અવકાશ દેવો તે [ સાચ] આકાશનો ઉપકાર છે.
ટીકા (૧) જે બધાં દ્રવ્યોને રહેવાને સ્થાન આપે છે તેને આકાશ કહે છે. ઉપકાર' શબ્દનું અનુસંધાન આગળના સૂત્રથી આવે છે.
(૨) અવગાહગુણ સમસ્ત દ્રવ્યોમાં છે તોપણ આકાશમાં તે ગુણ સર્વથી મોટો છે, કેમ કે તે સર્વ પદાર્થને સાધારણ યુગપદ્ અવકાશ આપે છે. અલોકાકાશમાં અવગાહુ હેતુ છે પણ ત્યાં અવગાહ લેનારાં કોઈ દ્રવ્ય નથી તો આકાશનો તેમાં શું દોષ? આકાશનો અવગાહ દેવાનો ગુણ તેથી બગડી જાય નહિ કેમ કે દ્રવ્ય પોતાના સ્વભાવને છોડે નહિ.
(૩) પ્રશ્ન- જીવ-પુગલ ક્રિયાવાળાં છે અને ક્રિયાપૂર્વક અવગાહને કરવાવાળાને અવકાશદાન દેવું એ તો ઠીક છે, પણ ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય અને કાલાણ તો ક્ષેત્રોતરની ક્રિયારહિત છે અને આકાશની સાથે નિત્ય સંબંધરૂપ છે તેને આકાશ અવકાશદાન આપે છે, એમ કેમ કહો છો?
ઉત્તર:- ઉપચારથી અવકાશદાન આપે છે એમ કહેવાય છે. જેમ આકાશ ગતિરહિત છે તો પણ તેને સર્વગત કહેવામાં આવે છે, તેવી રીતે ઉપર જણાવેલાં દ્રવ્યો ગતિરહિત છે તોપણ લોકાકાશમાં તેની વ્યામિ છે તેથી “આકાશ તેને અવકાશ આપે છે” એમ ઉપચાર કરવામાં આવે છે.
(૪) પ્રશ્ન- આકાશમાં અવગાહન હેતુપણું છે છતાં વજ વગેરેથી ગોળા વગેરેનું તથા ભીંતથી ગાય વગેરેનું રોકાવું કેમ થાય છે?
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com