________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates અ. ૫ સૂત્ર ૧૭ ]
[ ૩૨૭ ઘર્મ અને અધર્મદ્રવ્યનો જીવ-પુદ્ગલ સાથેનો વિશેષ સંબંધ
गतिस्थित्युपग्रहो धर्माधर्मयोरुपकारः।।१७।। અર્થ- [ Tતિરિથતિ ઉપપ્રદો] સ્વયમેવ ગમન તથા સ્થિતિને પ્રાપ્ત થયેલાં જીવ અને પુદ્ગલોને ગતિ તથા સ્થિતિમાં સહાયકતા તે [ ધર્માધર્મયો: ઉપકાર:] ક્રમથી ધર્મ અને અધર્મદ્રવ્યનો ઉપકાર છે.
ટીકા (૧) ઉપકાર, સહાયકતા, ઉપગ્રહનો વિષય ૧૭ થી ૨૨ સુધીનાં સૂત્રોમાં લીધો છે; તે જુદાં જુદાં દ્રવ્યોનું જાદાં જુદાં પ્રકારનું નિમિત્તપણું બતાવે છે. ઉપકાર, સહાયકતા કે ઉપગ્રહનો અર્થ એક દ્રવ્ય બીજા દ્રવ્યનું “ભલું” કરે એવો થતો નથી; કેમકે સૂત્ર ૨૦ માં જીવને દુઃખ અને મરણ થવામાં પુદગલદ્રવ્યનો ઉપકાર છે-એમ જણાવ્યું છે, ત્યાં એમ સમજવું કે લૌકિકમાં કોઈને કોઈએ સગવડતા આપ્યાનું કલ્પવામાં આવે છે ત્યારે વ્યવહારભાષામાં એક જીવે બીજાનો ઉપકાર કર્યો-ભલું કર્યું એમ કહેવામાં આવે છે, પણ તે માત્ર નિમિત્તસૂચક ભાષા છે. એક દ્રવ્ય પોતાના ગુણ-પર્યાય છોડી શકતું નથી ને બીજા દ્રવ્યને આપી શકતું નથી. દરેકના પ્રદેશો બીજાં દ્રવ્યોના પ્રદેશોથી અત્યંત ભિન્ન છે, એકબીજાના ક્ષેત્રમાં પરમાર્થે પ્રવેશ કરી શકતાં નથી; એક દ્રવ્યનો બીજા દ્રવ્યમાં ત્રિકાળ અભાવ છે, તેથી કોઈ દ્રવ્ય બીજા દ્રવ્યને ખરેખર લાભ-નુકસાન કરી શકતું નથી. એક દ્રવ્યને પોતાને પોતાના કારણે લાભ-નુકસાન થયું ત્યારે બીજાં ક્યું દ્રવ્ય તે વખતે નિમિત્તરૂપ હાજર હતું-તે સૂચવવા માટે “ઉપકાર” શબ્દ સૂત્ર ૧૭ થી રર સુધીમાં વાપર્યો છે. (આ બાબતમાં અધ્યાય ૧ સૂત્ર ૧૪ની નીચે જે ટીકા આપી છે તે તથા આ અધ્યાયના સૂત્ર રરની ટીકા છે તે અહીં વાંચવી.).
(૨) આ સૂત્ર ધર્મ અને અધર્મદ્રવ્યનું લક્ષણ કહે છે.
(૩) ઉપગ્રહ, નિમિત્ત, અપેક્ષા, કારણ, હેતુ એ બધાં “નિમિત્ત” બતાવવા માટે પણ વપરાય છે. ઉપકારનો અર્થ નિમિત્તકારણ થાય છે. કોઈ કાર્યમાં જે નિમિત્ત હોય તેને ઉપકાર કહે છે.”
(જાઓ, પંડિત જયચંદ્રકૃત “સર્વાર્થસિદ્ધિ વિચનિકા' પા. ૪૩૪. અર્થપ્રકાશિકા' સૂત્ર ૧૯ની નીચે ટીકા-આવૃત્તિ પહેલી પા. ૩/૬. આવૃત્તિ બીજી સૂરતથી પ્રકાશિત પા. ૨૦૨).
(૪) પ્રશ્ન- ધર્મ અને અધર્મદ્રવ્ય કોઈના દેખવામાં આવતા નથી માટે છે જ નહિ?
ઉત્તર:- સર્વજ્ઞ વીતરાગે પ્રત્યક્ષ દેખી કહ્યું છે માટે કોઈના દેખવામાં આવતાં નથી એ ખરું નથી. સર્વજ્ઞને પ્રત્યક્ષ હોવાથી ધર્માદિ દ્રવ્યો પ્રત્યક્ષ પણ છે. નેત્રથી જે
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com