________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates અ. ૫ સૂત્ર ૨૨ ]
[ ૩૩૧ તથા તે ભેદો નિમિત્તના પ્રકારો બતાવે છે. આ સૂત્રમાં એક જીવ બીજા જીવને પ્રેરકનિમિત્ત હોય છે એમ સૂચવે છે. સૂત્ર ૧૭-૧૮ માં અપ્રેરકનિમિત્તે કહ્યું છે. સૂત્ર ૧૯-૨૦ માં પુદ્ગલનાં નિમિત્તો જણાવ્યાં છે તે પણ અપ્રેરક છે. તે ૨૧ાા
કાળદ્રવ્યનો ઉપકાર वर्तनापरिणामक्रिया:परत्वापरत्वे च कालस्य।। २२।।
અર્થ:- [ વર્તના પરિણામ ક્રિયા: પરત્વ અપરત્વે ઘ] વર્તના, પરિણામ, ક્રિયા, પરત્વ અને અપરત્વ [ વાતચ] એ કાળદ્રવ્યનો ઉપકાર છે.
ટીકા (૧) સત્ અવશ્ય ઉપકાર સહિત હોવા યોગ્ય છે, અને કાળ સત્તાસ્વરૂપ છે, માટે તેનો શું ઉપકાર (નિમિત્તપણું) છે તે આ સૂત્રમાં જણાવે છે. (અહીં પણ ઉપકારનો અર્થ નિમિત્ત માત્ર થાય છે.)
(૨) વર્તના - સર્વ દ્રવ્યો પોતે પોતાના ઉપાદાનકારણથી પોતાના પર્યાયના ઉત્પાદરૂપ વર્તે તેમાં બાહ્ય નિમિત્તકારણ કાળદ્રવ્ય છે તેથી વર્તના કાળનું લક્ષણ કે ઉપકાર કહેવાય છે.
પરિણામ:- દ્રવ્ય પોતાના સ્વભાવને છોડ્યા વગર પર્યાયરૂપે પલટે (બદલે) તે પરિણામ છે. ધર્માદિ સર્વ દ્રવ્યોને અગુરુલઘુત્વગુણના અવિભાગપ્રતિચ્છેદરૂપ અનંત પરિણામ (પગુણ હાનિવૃદ્ધિસહિત) છે; તે અતિ સૂક્ષ્મસ્વરૂપ છે. જીવને ઉપશમાદિ પાંચ ભાવરૂપ પરિણામ છે અને પુદ્ગલને વર્ણાદિક પરિણામ છે તથા ઘટાદિક અનેકરૂપ પરિણામ છે. દ્રવ્યના પર્યાય-પરિણતિને પરિણામ કર્યું છે.
ક્રિયાઃ- એક ક્ષેત્રથી અન્ય ક્ષેત્રે ગમન કરવું તે ક્રિયા છે. તે ક્રિયા જીવ તથા પુદ્ગલ બન્નેને હોય છે; બીજાં ચાર દ્રવ્યોને ક્રિયા હોતી નથી.
પરત્વઃ- જેને ઘણો કાળ લાગે તેને પરત્વ કહે છે. અપરત્વઃ- જેને અલ્પકાળ લાગે તેને અપરત્વ કહે છે.
આ બધાં કાર્યોનું નિમિત્તકારણ કાળદ્રવ્ય છે. તે કાર્યો કાળને બતાવે છે માટે વર્તના-પરત્વાદિ કાળનાં લક્ષણ કહેવાય છે.
(૩) પ્રશ્ન:- પરિણામ આદિ ચાર ભેદ વર્તમાના જ છે માટે એક “વર્તના” કહેવું જોઈએ?
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com