________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૨૯૨ ]
[ મોક્ષશાસ્ત્ર સાન9મા૨માહેંદ્રયો: સણા રૂવા અર્થ:- સાનકુમાર અને મહેન્દ્ર સ્વર્ગના દેવોનું આયુષ્ય સાત સાગરથી કંઈક અધિક છે.
નોંધ:- આ સૂત્રમાં અધિક' શબ્દનું અવતરણ પૂર્વ સૂત્રથી થાય છે. || ૩૦ | त्रिसप्तनवैकादशत्रयोदशपंचदशभिरघिकानि तु।।३१।।
અર્થ - પૂર્વ સૂત્રમાં કહેલ યુગલોનાં આયુષ્ય (સાતસાગર) થી ક્રમપૂર્વક ત્રણ, સાત, નવ, અગિયાર, તેર અને પંદર સાગર અધિક આયુષ્ય (ત્યાર પછીનાં સ્વર્ગોમાં) છે.
ટીકા
(૧) બ્રહ્મ અને બ્રહ્મોત્તર સ્વર્ગમાં દસ સાગરથી કંઈક અધિક લાન્તવ અને કાપિષ્ટ સ્વર્ગમાં ચૌદ સાગરથી કંઈક અધિક, શુક્ર અને મહાશુક્ર સ્વર્ગમાં સોળ સાગરથી કંઇક અધિક, સતાર અને સહસ્ત્રાર સ્વર્ગમાં અઢાર સાગરથી કંઈક અધિક, આનત અને પ્રાણત સ્વર્ગમાં વીસ સાગર તથા આરણ અને અશ્રુત સ્વર્ગમાં બાવીસ સાગર ઉત્કૃષ્ટ આયુષ્ય છે.
(૨) “તુ' શબ્દ હોવાને કારણે “અધિક’ શબ્દનો સંબંધ બારમાં સ્વર્ગ સુધી જ થાય છે કેમકે ઘાતાયુષ્ક જીવોની ઉત્પત્તિ ત્યાં સુધી જ હોય છે. IT ૩૧| કલ્પોપપન્ન દેવોનું આયુષ્ય કહેવાયું, હવે કલ્પાતીત દેવોનું આયુષ્ય કહે છે.
કલ્પાતીત દેવોનું આયુષ્ય आरणाच्युतादूर्ध्वमेकैकेन नवसु ग्रैवेयकेषु विजयादिषु
સર્વાર્થસિદ્ધી વાા રૂ૨ના અર્થ:- આરણ અને અશ્રુત સ્વર્ગથી ઉપર નવ રૈવેયકોમાં, નવ અનુદિશમાં, વિજય વગેરે વિમાનોમાં અને સર્વાર્થસિદ્ધિ વિમાનમાં દેવોનું આયુષ્ય એકેક સાગર વધારે છે.
ટીકા (૧) પહેલી રૈવેયકમાં ૨૩, બીજીમાં ૨૪, ત્રીજીમાં ૨૫, ચોથીમાં ર૬, પાંચમીમાં ૨૭, છઠ્ઠીમાં ૨૮, સાતમીમાં ૨૯, આઠમીમાં ૩૦, નવમીમાં ૩૧, નવ અનુદિશમાં
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com